ઘરડાં વિના પણ ગાડાં વળ્યાં:ભાજપની ટિકિટનું ગણિત182માંથી 160 ઉમેદવારોની ભાજપની યાદી જાહેર, જ્ઞાતિ-નવા ચહેરા પર ફોકસ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 54 નવા ચહેરા, 64 ધારાસભ્યોને ટિકિટ, ગત ચૂંટણીમાં હારેલા 9 ઉમેદવારોને ફરી તક અપાઈ
  • સૌથી વધુ 49 ટિકિટ ​​​​​​​ઓબીસીને, 40 ટિકિટ પાટીદારોને, 24 આદિવાસીને, 13 એસસીને
  • ​​​​​​​બાકીના 22 ઉમેદવારોની યાદી આજે બપોરે 12 વાગ્યા સુધી જાહેર થાય એવી સંભાવના

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના જાહેર થયેલાં 160 ઉમેદવારોની યાદી જોતાં સીધી જ દૃષ્ટિએ શાસક પક્ષે પસંદગીમાં તેમની સામે પ્રવર્તી રહેલી એન્ટિ ઇન્કમ્બન્સીનો અંદાજ ધ્યાને રાખ્યો તેવું સ્પષ્ટ થાય છે. જાહેર થયેલી 160 બેઠકો પૈકી અડધાથી ય વધુ એટલે કે 54 બેઠકો પર ભાજપે નવા ઉમેદવારો જ મૂક્યા છે અને 2017માં ચૂંટણી લડેલાં ઉમેદવારોને કાપી નાખ્યા છે. જ્યારે ગઇ વખતના 75 ઉમેદવારો રિપીટ કરાયાં છે. આ યાદીમાં ગઇ વખતે ચૂંટાયેલા 38 ધારાસભ્યોને કાપી નાખવામાં આવ્યાં છે.

આ કપાયેલાં ધારાસભ્યોમાં પાંચ તો વર્તમાન મંત્રીઓ છે જે પૈકી સરકારમાં નંબર ટુ ગણાતા કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓમાં બ્રિજેશ મેરજા, રાઘવજી મકવાણા, અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે. આ સિવાય વિજય રૂપાણી સરકારમાંથી પણ કુલ દસ કેબિનેટ સભ્યોને કાપી નાંખવામાં આવ્યા છે.

જોકે રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર સી ફળદુ, અને પ્રદિપસિંહ જાડેજાએ યાદી જાહેર થયાના એક દિવસ પહેલા જ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લઇને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. રૂપાણી સરકારના કપાયેલાં અન્ય મંત્રીઓમાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

એસસી, બ્રાહ્મણને 13-13 ટિકિટની ફાળવણી, 24 આદિવાસી ઉમેદવાર
ભાજપની પ્રથમ યાદીમાં સૌથી વધુ 49 ઓબીસી ઉમેદવારો છે. જ્યારે 40 પાટીદાર, 24 એસટી, 13 એસસી, 19 ક્ષત્રિય, 13 બ્રાહ્મણ અને 2 જૈન ઉમેદવારોનો સમાવેશ થાય છે. યાદીમાં 23 લેઉવા, 17 કડવા પટેલ, 17 કોળી, 15 ઠાકોર, 5 આહિર, 4 જૈન. સાથે જ યાદીમાં કારડિયા, મેર, વાઘેર, માળી વિગેરે જ્ઞાતિ સામેલ છે.
જ્ઞાતિનું ગણિત
પેટાજ્ઞાતિઓનું સમીકરણ સાચવવામાં ભાજપે થાપ ખાધી છે. અમુક જ્ઞાતિ નારાજ છે. ભાવનગરમાં એકપણ ક્ષત્રિયને ટિકિટ ન મળતા પણ રોષ સર્જાયો છે.

42 ઉમેદવાર 50 વર્ષથી ઓછી વય ધરાવે છે, 58 ધો.12થી ઓછું ભણેલા
યાદીમાં સૌથી વધુ 66 ઉમેદવાર 51થી 60 વર્ષની વયના છે. જ્યારે 42 ઉમેદવાર 50 વર્ષથી ઓછી વયના છે. જેમાં 2 ઉમેદવાર 25થી 30 વર્ષની વયના 31-40 વયજૂથના 9 તથા 41-50 વયજૂથના 31 છે. હાર્દિક પટેલ સૌથી ઓછી 29 વર્ષની વયના તો દસક્રોઈ સીટના ઉમેદવાર બાબુભાઈ પટેલ સૌથી વધુ 74 વર્ષની વયના છે.
નવો દાવ... હાલની અને જૂની સરકારના સંખ્યાબંધ મંત્રીઓ, ધારાસભ્યોને બાકાત રાખવામાં આવ્યા છે. તથા ઘણા નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપ જીતશે તો સરકારમાં પણ મોટા ફેરફાર શક્ય છે.

રૂપાણી, પટેલના ‘પત્ર’ બાદ હાલની સરકારના 5 મંત્રી પણ બાકાત
ભાજપની યાદી જાહેર થયાના આગલા દિવસે પૂર્વ સીએમ રૂપાણી, પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ પત્ર લખીને ચૂંટણી લડવાનો ઈન્કાર કરતો પત્ર જાહેર થયા બાદ ગુરુવારે જાહેર થયેલી યાદીમાં હાલની સરકારના 5 મંત્રી (રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આરસી મકવાણા) કપાયા છે.
કોનો હાથ ઉપર... યાદી જોતાં લાગે છે કે અમિત શાહે ફૂંકી ફૂંકીને ઉમેદવાર પસંદ કર્યાં છે. અમદાવાદ,સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના નામો શાહ સાથે સંબંધો ધરાવતાં ચહેરા દેખાઈ આવે છે.

14 મહિલાને તક, શહેરી વિસ્તારની મોટાભાગની સીટ સુરક્ષિત મનાય છે
ભાજપે 160 પૈકી 14 બેઠકો (લગભગ 9 ટકા) બેઠકો મહિલાઓને આપી છે. આ પૈકી ચાર બેઠકોને બાદ કરતાં 10 બેઠકો શહેરી વસ્તી છે. ભાજપ શહેરી મતદાતાઓ પર પકડ ધરાવે છે તેથી આ મહિલાઓને જીતવાની તકો ઉજળી છે.

એન્ટિ ઇન્કમ્બન્સીનો ઈલાજ
​​​​​​​
એક વખત ફરી કહીએ તો એન્ટિ ઇન્કમ્બન્સી સામે મહિલા ઉમેદવાર મજબૂત વિકલ્પ હોવાથી આ વ્યૂહ અહીં છતો થાય છે.

અન્ય સમાચારો પણ છે...