સસ્પેન્ડ:અપક્ષ ચૂંટણી લડી રહેલાં પોતાના 7 નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યાં

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આદિજાતિ મોરચાના પ્રમુખ-પૂર્વ ધારાસભ્યનો સમાવેશ

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે રવિવારે એક સાથે પોતાના સાત નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર સામે નારાજગી દર્શાવી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા આ તમામને પાર્ટીએ અનિશ્ચિત મુદ્દત સુધી બરતરફ કર્યા છે. આ 7 નેતાઓમાં ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવા, ભૂતપૂર્વ MLA અરવિંદ લાડાણીનો સમાવેશ થાય છે.

અગાઉ પાર્ટી તરફથી આ તમામ વિદ્રોહીઓને સંદેશ મોકલાયો હતો કે તેઓ સમજીને પોતાની ઉમેદવારી પરત ખેંચી લે, અન્યથા પાર્ટી તરફથી શિસ્તભંગ વિરોધી પગલાંનો સામનો કરવા તૈયાર રહે. આ દરમિયાન અમુક આવાં નેતાઓએ પોતાની ઉમેદવારી પરત કરી હતી, પરંતુ આ સાત બેઠકો પર અપક્ષ ઉમેદવારી ખડી રહેતા પાટીલે તેમને સસ્પેન્ડ કર્યાં છે. આ તરફ હજુ વાઘોડીયા બેઠક પરથી કપાયેલા મધુ શ્રીવાસ્તવે અને વડોદરાની પાદરા બેઠક પર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવા છતાં તેમની સામે કોઇ શિસ્ત વિરોધી પગલાં લેવાયાં નથી.

સસ્પેન્ડ થયેલા નેતાઓ

નાંદોદ હર્ષદ વસાવા કેશોદ અરવિંદ લાડાણી ધ્રાંગધ્રાછત્રસિંહ ગુંજારીયા પારડી કેતન પટેલ રાજકોટ ગ્રામ્ય કેતન ચાવડા સોમનાથ ઉદય શાહ રાજુલા કરણ બારૈયા

અન્ય સમાચારો પણ છે...