નિર્ણય:કામદારો મુદ્દે ભાજપના સફાઈ કામદાર સેલના સભ્યનું રાજીનામું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 કામદારના આપઘાતના પ્રયાસ બાદ પણ નિરાકરણ નહીં આવતાં નિર્ણય

ભાજપ દ્વારા સફાઈ કામદાર સેલની રચના કરાયેલી છે, ત્યારે સફાઈ કામદારોને પડતર પ્રશ્નોને લઈને સફાઈ કામદાર સેલમાંથી એક સભ્યએ રાજીનામુ આપ્યું છે. સભ્ય પ્રહલાદ કે. રાઠોડ દ્વારા સેલના સંયોજકને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. જેમાં લાંબા સમયથી આંદોલન કરી રહેલાં સફાઈ કામદારોને નોકરી પર પરત ન લેવાતા રાજીનામુ આપતા હોવાનો સભ્યએ ઉલ્લેખ કર્યો છે.

તેઓએ લખ્યંું છે કે 7 એપ્રિલના રોજ મેયર અને શહેર ભાજપ પ્રમુખે સફાઈ કામદારોને પારણાં કરવીને આંદોલનમાં સમાધાન કરાવ્યું હતું. સફાઈ કામદારોને કામ પર લાગી જવા સુચના આપી હતી. પરંતુ આજદીન સુધી કામદારોને પરત લેવાયા નથી. ભાજપના સફાઈ કામદાર સેલ દ્વારા પણ જેની કોઈ નોંધ લેવામાં આવી ન હોવાથી પોતે રાજીનામું આપતા હોવાનો પ્રહલાદ રાઠોડે ઉલ્લેખ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે ડિસેમ્બરથી ચાલતી માથાકૂટો અને આંદોલન વચ્ચે સફાઈ કામદારોનો પડતર પ્રશ્નોનું નિકારણ આવ્યું નથી. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલાં ત્રણ કામદારોએ કોર્પોરેશનમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો છતાં પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.તેના કારણે ભાજપના સફાઈ કામદાર સેલના સભ્યે રાજીનામું આપ્યુ હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...