આભારવિધી:ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી પોતાની ફરજ અદા કરવા બદલ પાટનગરવાસીઓનો ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટે આભાર વ્યક્ત કર્યો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યાં
  • 5 ઓક્ટોબરના રોજ જનતાના આશીર્વાદથી ભાજપાના પક્ષમાં પ્રચંડ જનાદેશ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે, ત્યારે મહાનગર ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ મતદાન કરી પોતાની ફરજ અદા કરવા બદલ સૌ પાટનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ નેતૃત્વગણને સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટે જણાવ્યું કે, ભાજપાના કાર્યકર્તાઓ ભાજપાની તાકાત છે, જે પ્રમાણે કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી છે તે બદલ હું મહાનગરના પ્રત્યેક કાર્યકર્તાને અભિનંદન પાઠવું છું. ભાજપાના ભવ્ય વિજયમાં કાર્યકર્તાઓનું ખૂબ મોટું યોગદાન રહેવાનું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાની વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પાટનગરને સ્વચ્છ, સુંદર, હરિયાળુ, વિકસિત અને આધુનિક બનવવાના સંકલ્પને સાકાર કરવાના વિચારને જનતાએ સમર્થન આપ્યું છે. 5 ઓક્ટોબરના રોજ જનતાના આશીર્વાદથી ભાજપાના પક્ષમાં પ્રચંડ જનાદેશ આવશે તેવો મહાનગર ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...