‘CR-પટેલ’નો પ્રયોગ સફળ:ભાજપ ત્રીજી ટ્રાયલમાં પાસ - પહેલીવાર પાટનગરમાં ભાજપે 93% બેઠકો જીતી લીધી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મનપામાં 10 વર્ષ પછી ભાજપને બહુમતી
  • ગાંધીનગરમાં 11માંથી 9 વોર્ડમાં ભાજપ જીત્યો, વિપક્ષમાં માત્ર 3 સભ્યો
  • ગાંધીનગરમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતી, કોંગ્રેસને માત્ર બે, આપે એક બેઠક જીતી ખાતંુ ખોલાવ્યુ
  • ભાજપને 46.39% વોટ, કોંગ્રેસને 27.99% તો આપને 21.72% વોટ
  • રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 128માંથી 103 બેઠકો પર ભાજપનો વિજય
  • પેટા ચૂંટણીની કુલ 101માંથી 72 બેઠકો પર ભાજપ વિજયી

ગાંધીનગર મહાનગર પાલિકાની રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો મંગળવારે બહાર આવ્યાં જેમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકોની જંગી બહુમતીથી ભવ્ય જીત મળી છે. જેની સામે કોંગ્રેસને માત્ર 2 અને આપને 1 બેઠક પ્રાપ્ત થઇ છે. અગાઉની બે ટર્મની ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતી મળી ન હતી, પણ દસ વર્ષના ઇતિહાસમાં આ વખતે ભાજપને કુલ બેઠકોની 93 ટકા જેટલી બેઠકો મળી છે જે ઐતિહાસિક જીત છે.

કોરોનાની બીજી લહેર સમયે ગાંધીનગરમાં ખૂટી પડેલી પથારીઓ, ઓક્સિજન અને રેમડેસિવિર સહિતની દવાઓને કારણે ભાજપ સામે જોખમ ઊભું થયું હતું. જોકે કોરોનાનો વ્યાપ વધતાં ચૂંટણીઓ મોકુફ કરી દેવાયાં બાદ પાંચ મહિના મોડી યોજાઇ હતી. પરંતુ આ પાંચ મહિનામાં જ મતદાતાઓએ બીજી લહેરની યાતનાઓને ભૂલાવીને ફરી ભાજપને જ ખોબલે ને ખોબલે મત આપ્યાં.

સામાન્ય ચૂંટણી 80% બેઠકો પર ભાજપની જીત

પાલિકાકુલ બેઠકોભાજપકોંગ્રેસઆપ
ગાંધીનગર મનપા444121
ઓખા નપા363420
થરા નપા242040
ભાણવડ નપા (મધ્યસત્ર)248160
કુલ128103241
ટકાવારી100%80.50%18.75%0.75%

પેટા ચૂંટણી ભાજપે 71% બેઠકો તો કોંગ્રેસે 21% જીતી

પાલિકા/પંચાયતકુલ બેઠકભાજપકોંગ્રેસઆપAIMIMઅપક્ષ
અમદાવાદ મનપા220000
જૂનાગઢ મનપા101000
વિવિધ 39 નપા45373014
7 જિલ્લા પંચાયતો853000
45 તાલુકા પંચાયતો452814201
કુલ1017221215
ટકાવારી100%71%21%2%1%5%

​​​​​​​‘આપ’ ઇફેક્ટ - ભાજપનો વોટશેર 1.63% વધ્યો, કોંગ્રેસનો 19 % ઘટ્યો

2021માં વોટશેર2016માં વોટશેર
ભાજપ46.39%44.76%
કોંગ્રેસ27.99%46.93%
આપ21.72%0.00%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...