• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • BJP Parliamentary Board Meeting Today Regarding Selection Of Office Bearers In Gandhinagar Corporation, No Other Committee Will Be Formed Except Standing At Present.

હોદ્દેદારોનાં નામ નક્કી કરાશે:ગાંધીનગર કોર્પોરેશનમાં હોદ્દેદારોની વરણીને લઈ આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, હાલમાં સ્ટેન્ડિંગ સિવાય અન્ય કોઈ સમિતિ રચના થશે નહીં

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ મોવડી મંડળ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનનાં નામોની વિસ્તૃત ચર્ચા કરી નામ નક્કી કરાશે
  • 21 ઓક્ટોબરનાં રોજ મળનારી સામાન્ય સભામાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા તા. 21 ઓક્ટોબરનાં રોજ યોજાવાની છે. જે અન્વયે આજે સાંજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મળનારી બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનનાં નામોની વિસ્તૃત ચર્ચા કરી હોદ્દેદારોનાં નામ નક્કી કરી દેવાશે. જોકે, હાલ પૂરતું સ્ટેન્ડીંગ સિવાય અન્ય કોઈ સમિતિની પણ રચના કરવામાં આવશે નહીં.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર ભાજપે 41 સીટો કબ્જે કરીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ત્યારે આ વખતે ભાજપમાંથી જીતેલા SC ના ઉમેદવારમાંથી કોઈ એકને મેયર પદ મળવાનું છે. ઘણા સમય રાહ જોયા બાદ 21મી એ ગુરુવારે સામાન્ય સભા મળશે. જેમાં ગાંધીનગરનાં પાંચમાં નવા મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ હાંસલ કરી ઈતિહાસ રચી દીધો છે. ત્યારે હવે કોર્પોરેશનમાં એક હથ્થુ શાસનની ધુરા સંભળાવવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આજે સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનના નામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જો કે અંદર ખાને અગાઉથી હોદ્દેદારોની વરણીનાં નામો નક્કી હોવાથી આજની બેઠક ઔપચારિક બની રહેશે.

બીજી તરફ ભાજપ માટે સ્ટેન્ડીંગ ચેરમેનની વરણી માથાનો દુખાવો સમાન બની ગઈ છે. સ્થાનિક ભાજપ સંગઠન પણ પોતાની પક્કડ મજબૂત રાખવા માટે માનીતી વ્યક્તિ સ્ટેન્ડ ચેરમેન બને તેવું ઈચ્છી રહી છે. જેમાં સૌથી ટોચ પર પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ (દાસ) નું નામ મોખરે છે. કેમકે તેઓ પૂર્વ શહેર પ્રમુખ રહી ચૂક્યા છે અને 41 બેઠકો માંથી સૌથી વધુ મતોથી તેમણે જીત હાંસલ કરી છે. જેમાં પ્રેમલસિંહ ગોલ અને જસવંત પટેલ પણ ચેરમેનની રેસમાં સામેલ છે.

ગત ટર્મમાં ભાજપ સત્તામાં હોવા છતાં મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન સામ સામે આવી ગયાં હતાં. સામાન્ય મુદ્દે પણ પ્રભારી મંત્રીને દરમિયાનગીરી કરવાની નોબત આવી ગઈ હતી. જેનાં કારણે ભાજપની આંતરિક લડાઈ બહાર આવી ગઈ હતી. અને પાર્ટીની શાખ બગડી હતી. આથી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન સાથે મળીને કામ કરે તેવા નામો પ્રદેશ મોવડી નક્કી કરશે. જેની જાહેરાત ગુરુવારની સામાન્ય સભામાં કરવામાં આવશે.

ઉપરાંત ભાજપે બહુમતી મેળવી હોવાથી કોર્પોરેટરો નું સંખ્યાબળ પણ વધી ગયું છે. જુની બિલ્ડીંગમાં જગ્યાનો અભાવ છે. અને નવા બિલ્ડીંગમાં હજી ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. જેથી હાલના તબક્કે કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ વધુ હોવા છતાં નવી કોઈ જ સમિતિ નહીં બની શકે કેમકે આ સમિતિની સત્તાઓ હજુ સુધી નક્કી થઈ શકી નથી. નવા બીલ્ડીંગમાં કચેરી કાર્યરત થયા બાદ નવી સમિતિઓ વિશે નિર્ણય લેવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલીકાની આગામી ગુરૃવારે સામાનય સભા મળવાની છે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનની વરણી કરવામાં આવશે. જેથી હાલના તબક્કે કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ વધુ હોવા છતાં નવી કોઈ જ સમિતિ નહીં બની શકે કેમકે આ સમિતિની સત્તાઓ હજુ સુધી નક્કી થઈ શકી નથી. હાલ કોર્પોરેશનના હયાત બિલ્ડીંગમાં જગ્યાનો અભાવ પણ કારણભુત હોવાનું જાણવા મળી રહયું છે. નવા બીલ્ડીંગમાં કચેરી કાર્યરત થયા બાદ નવી સમિતિઓ વિશે નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશનમાં ભાજપ સ્થાયી સમિતિ સિવાય અન્ય કોઈ સમિતિ નહીં બનાવે તેમ સૂત્રો કહી રહ્યા છે. કેમ કે ભૂતકાળમાં કોર્પોરેશનમાં કયારેય અન્ય વિભાગોની સમિતિઓ બની નથી. જેના કારણે આ સમિતિઓની સત્તા હજુ સુધી નક્કી થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...