તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘીના ઠામમાં ઘી:અંતે ભાજપના MP મનસુખ વસાવા માની ગયા, મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાજીનામું પાછું ખેંચી લીધું

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મનસુખ વસાવા ફાઈલ ફોટો. - Divya Bhaskar
મનસુખ વસાવા ફાઈલ ફોટો.
 • તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યાં હતાં

ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું, પરંતુ પક્ષ-પ્રમુખે રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ આજે મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે અડધો કલાકથી વધુ બેઠક મળી હતી. બેઠકમાં મનસુખ વસાવાની લાગણી અને માગણી અંગે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતાં અંતે તેઓ માની ગયા હતા અને રાજીનામું પરત ખેંચ્યું હતું.

ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યા હતા. ભાજપનું મોવડીમંડળ તેમને મનામણાં કરી રહ્યું હતું. જોકે તેમણે પક્ષમાંથી અને સાંસદપદેથી રાજીનામું આપી દેવાનો સ્પષ્ટ નિર્ધાર કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યાં છે.

તબિયત નાદુરસ્ત હોવાથી રાજીનામું આપ્યું: મનસુખ વસાવા
ભરૂચ-નર્મદા જિલ્લામાં છેલ્લી 6 ટર્મથી સતત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવતા મનસુખ વસાવા તેમના પત્રબોમ્બ માટે પ્રચલિત છે. જોકે મંગળવારે તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાનો ધડાકો કરતાં ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ, સ્થાનિક રાજકીય પક્ષોમાં પણ સાંસદના રાજીનામાથી સળવળાટ થયો છે. આખાબોલા અને પોતાના જ પક્ષની સરકાર સામે પ્રશ્નો કરનારા સાંસદ મનસુખ વસાવાએ આજે મંગળવારે ભાજપના પ્રદેશ-પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી તેમણે પક્ષનો આભાર માનવા સાથે તેમની ભૂલને કારણે પક્ષને નુકસાન ન પહોંચે એ માટે રાજીનામું આપવાની વાત કરી હતી.

‘મને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે’
વધુમાં, તેમણે જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મતવિસ્તારના લોકોને જો ન્યાય ન અપાવું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. મનસુખ વસાવા નહિ હોય તો પાર્ટી નહિ ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી.

લોકસભા સાંસદપદ પરથી પણ રાજીનામું આપીશ: વસાવા
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવાની દિશામાં પ્રયાસ કરી છે અને વહેલી તકે હલ પણ થઈ જશે. વનમંત્રી ગણપત વસાવા સાથે વાત પણ મારી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વાત થઈ છે. આ પ્રશ્ન ગંભીર છે, ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. ઈકો સેન્સિટિવ ઝોન સ્થાનિક વહીવટી તંત્રનું ઉતાવળું પગલું હતું, પણ સરકાર એ પ્રશ્ન હલ કરશે. હું પક્ષમાંથી રાજીનામું આપું છું, પણ ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ. હું કોઈપણ સંજોગે મારું રાજીનામું પરત નહિ ખેંચું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો