તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભાજપના નેતાએ સે-7 પોલીસ સ્ટેશનમાં જઈને રૌફ જમાવ્યો!

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમારા અધિકારીઓને પણ લાઈનમાં ઊભા રાખી દઈશ કહીંને નેતાએ રૌફ કર્યો

સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ભાજપના એક નેતાની પોલીસ જવાન સાથેની માથાકુટ ચર્ચાનું કેન્દ્ર બની હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મહાનગર ભાજપમાં હોદ્દો ભોગવી ચૂકેલા એક નેતા ગુરૂવારે સવારે સે-7 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો ટિકિટ કન્ફર્મ થઈ જાય તો ચૂંટણી ફોર્મ માટે જરૂરી પોલીસ એનઓસી માટે ગયેલા નેતા સીધા પીઆઈની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા જોકે પીઆઈ હાજર ન હતા. જેને પગલે ફરજ પર બેઠેલા પોલીસ જવાને આવવાનું કારણ પૂછીને જાણ કરીને પીઆઈની ચેમ્બરમાં જવા માટે કહ્યું હતું.

જેને પગલે ગુસ્સે થયેલા નેતાએ પોલીસ જવાનને ખખડાવી નાખ્યો હતો. ‘હું ભાજપનો નેતા છું મને ઓળખતા નથી. તમારા અધિકારીઓને પણ લાઈનમાં ઊભા રાખી દઈશ’ કહીંને નેતાએ રોફ જમાવ્યો હતો. જેને પગલે દોડી આવેલા અન્ય સ્ટાફ અને અધિકારીઓએ નેતાને સમજાવીને શાંત પાડ્યા હતા. જે બાદ પોલીસ સ્ટેશનમાં નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો