મુલાકાત:ભાજપ નેતા જયનારાયણ વ્યાસ રાજસ્થાનના CM ગેહલોતને મળ્યા, કોંગ્રેસમાં જોડાઈ જવાની અટકળો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કેબિનેટ મંત્રીની સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે 45 મીનિટ ચર્ચા
  • વ્યાસે કહ્યું નર્મદા અંગેના પુસ્તક પર વાતચીત કરી

ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. સૂત્રો જણાવે છે કે વ્યાસ ખૂબ ઝડપથી ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિદ્ધપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે પણ આવી શકે. વ્યાસે આ મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગહેલોતને મળ્યા હતા.

રાજસ્થાને નર્મદાના પાણીનો સારો ઉપયોગ કર્યો​​​​​​​​​​​​​​
રાજસ્થાન સરકારે નર્મદાના પાણીના વ્યવસ્થાપનું નમૂનેદાર અને અદ્ભૂત કામ કર્યું છે. તેમણે રાજસ્થાનને મળેલા માત્ર અડધા મિલિયન એકર ફિટ પાણીમાંથી અઢી લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા ઊભી કરી છે, જ્યારે ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળે છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. કેન્દ્રની પીએમ જય યોજનામાં પરિવારની એક વ્યક્તિ મોંઘી સારવાર લે તો ફરી સુવિધા મળતી નથી, તેને બદલે ગેહલોત સરકારે તમામ વંચિતોને મફત સારવાર ઉપલબ્ધ કરાવી છે - જયનારાયણ વ્યાસ

સરકારની નીતિઓના ટીકાકાર રહ્યા છે
ભાજપના નેતા જયનારાયણ વ્યાસ ગુજરાત સરકાર, ભાજપ સંગઠન અને કેટલેક અંશે કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે. પોતાને ભાજપના સક્રીય રાજકારણથી મુક્ત કર્યા હોવાનું સૂત્રોએ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...