તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ચોટીલાના ભાજપ અગ્રણી દેરવાડિયાનો આપઘાત, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે કહ્યું તે અધિકારી પાસેથી રૂપિયા 5 લાખ લેવા ગાંધીનગર ગયા હતા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં ચોટીલા બેઠકના ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા ઝીણાભાઈ દેરવાડિયાએ ગાંધીનગરના ચંદ્રાલા પાસેની પાલવ હોટેલમાં સોમવારે મોડી રાત્રે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ભાજપ અગ્રણી ગાંધીનગરમાં એક અધિકારી પાસેથી રૂ. 5 લાખ લેવા આવ્યા હતા, પરંતુ અધિકારી ફોન ન ઉપાડતા હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાનું ચોટીલાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ઝીણાભાઈ સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ચિલોડા-હિંમતનગર હાઈ-વે પર ચંદ્રાલા ગામ પાસેની પાલવ ગાર્ડન હોટેલમાં આવ્યા હતા. રાતના 9 વાગ્યા આસપાસ હોટેલનો સ્ટાફ તેમના રૂમમાં જમવાનું લઈને ગયો હતો. જમ્યા પછી તેમને ઊલટી થતાં સ્ટાફ એકઠો થઈ ગયો હતો.

બાદમાં તેમને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા, જ્યાં થોડો સમય સારવાર બાદ મંગળવાર સવારે મૃત્યુ થયું હતું. બનાવની જાણ કરાતાં ચિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સિવિલમાં પેનલ ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝીણાભાઈ ચોટીલામાં કોન્ટ્રાક્ટરને વ્યવસાય કરતા હતા.

છેલ્લા એક દસકામાં રાજકીય કદ વધ્યું હતું
ભાજપના કાર્યકરથી શરૂ કરી વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે એક દસકાનું રાજકીય જીવન રહ્યું હતું. તાલુકા ભાજપ મહામંત્રી, જિલ્લા બક્ષીપંચ મોરચા, વિધાનસભા 2017માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી લડેલા. ધારાસભ્ય વશરામભાઈ ખોરાણી, ભરતભાઈ ખોરાણી વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. ત્યાર પછી તેમનું વજન વધેલ 2017 ની પાર્ટી ની ટિકિટ મેળવી ઋત્વિકભાઇ મકવાણા સામે ચૂટણી લડી હાર્યા હતા.

વતનમાં અંતિમયાત્રા નીકળી
વતન લાખચોકિયામાં નિવાસ સ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. ગ્રામજનો પૂર્વ રાજ્ય સભાના સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, ઉપપ્રમુખ મેરૂભાઈ ખાચર, સુરેશ ધરજિયા, તાલુકા પ્રમુખ તેજાભાઈ ભરવાડ, તા.પં. ઉપપ્રમુખ જિજ્ઞેશ પરાલિયા, આંબાભાઈ ઓળકિયા સહિતના સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર પૈસા લેવા ગયા હતા
પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઇએ જણાવ્યું કે, સોમવારે સવારે મળ્યા હતા. ગાંધીનગર ખાતે એક અધિકારી પાસેથી તેમને 5 લાખ લેવાના છે. જે ફોન નથી ઉપાડતા એટલે જાવ છું તેમ વાત કર્યા બાદ ગયા હતા અને રાત્રે આવા સમાચાર મળ્યા.

અન્ય સમાચારો પણ છે...