તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ભાજપના 5થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાય તેવી શક્યતા

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં-5,10માં ટિકિટ માટે જાણીતા નેતાઓનો શંભુમેળો, આજે પાર્લામેન્ટરી બોર્ડમાં મંથન

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાં 44 બેઠકો માટે આવેલા 581 દાવેદારોના બાયોડેટામાંથી સ્ક્રુટીની કરીને તૈયાર કરેલી પેનલો નિરિક્ષકો દ્વારા તૈયાર કરી દેવાઈ છે. જેના પર આજે સાંજે મળનારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાશે. જે બાદ હોળી-ધૂળેટી પર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે. વિસ્તાર વધતાં બદલાયેલા જ્ઞાતિના સમીકરણો, હાલની ટર્મમાં ભાજપના જ 2 ગ્રૂપ વચ્ચે ચાલેલો ગજગ્રાહ, કેટલાક નેતાઓ પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સહિતના મુદ્દાઓને ધ્યાને લઈને હાલના 5થી 7 વર્તમાન કોર્પોરેટરની ટિકિટ કપાઈ તો નવાય નહીં.

સેક્ટર-9,10, 18, 19, 21, 22, 23, 30 જેવા વિસ્તારો ધરાવતા વોર્ડ નં-5માંથી મેયર રીટાબેન પટેલના પતિ કેતન પટેલ, વર્તમાન કોર્પોરેટર પ્રણવ પટેલ, 2 પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, પ્રવિણ પટેલ સહિતના જાણીતા નેતાઓએ દાવેદારી કરી છે. વિસ્તારના જ્ઞાતિના સમીકરણોને જોતા અહીંથી 1 પટેલ, 1 દરબાર અને 1 બ્રાહ્મણને ટિકિટ મળે તેમ છે. 1 બેઠક એસસી સ્ત્રી અનામત છે. જેને પગલે આ વોર્ડમાં કેતન પટેલની ટિકિટ કન્ફર્મ ગણાય છે, બીજી તરફ વધેલી એક ટિકિટ માટે 2 પૂર્વ મેયર અને વર્તમાન કોર્પોરેટર વચ્ચે ટક્કર જામશે.

જેમાં જ્ઞાતિના સમીકરણોને જોતા 1 ક્ષત્રિયને ટિકિટ મળે તો મહેન્દ્રસિંહ રાણાને ટિકિટ મળે કારણ કે તેઓ સિનિયર છે અને તેમના બળવાને કારણે ભાજપને પ્રથમવાર સત્તા મળી હતી, ગત ચૂંટણીમાં તેઓ માત્ર 62 મતથી હાર્યા હતા. તો વર્તમાન કોર્પોરેટ પ્રણવ પટેલને વોર્ડ બદલો પડે તેવી સ્થિતિ છે. તો મહિલા બેઠકો માટે દાવેદારી કરનાર વર્તમાન કોર્પોરેટ નીલાબેન શુક્લ અને પ્રિતીબેન દવેમાંથી કોઈપણ એક જ ટિકિટ મળે તેમ છે. તો વર્તમાન કોર્પોરેટ જયદેવ પરમારની ટિકિટ કપાવાની પૂરી શક્યતા છે.

વોર્ડ નં-1માં બંને વર્તમાન સભ્યોની ટિકિટ કપાય તો નવાય નહીં!
વોર્ડ નં-1ની વાત કરીએ તો અહીં 2 સ્ત્રી બેઠકને બાદ કરતાં 2 પુરુષ બેઠકોમાં 1 બેઠક ઓબીસી અનામત થઈ છે. જેને પગલે હાલ આ વોર્ડમાંથી દાવેદારી કરનાર સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા અને કોર્પોરેટર નિતીન પટેલ બંનેમાંથી 1ની ટિકિટ કપાશે તે નક્કી છે. બીજી તરફ બંનેની ટિકિટ કાપીને પાર્ટી નવા જ ચહેરાને સ્થાન આપે તેવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી. કારણ કે, આ વોર્ડમાં સમાવાયેલા રાંધેજાને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેમ છે. નવા બનેલા વોર્ડ નંબર-2માં પેથાપુર, જીઈબી કોલોની, આદિવાડા, ચરેડીનો સમાવેશ થાય છે. જેને પગલે આ વોર્ડમાં પેથાપુરમાં ભાજપ સાથે સંકળાયેલા લોકોને ચાન્સ મળે તેમ છે. જોકે, આ વિસ્તારમાં મતદારોનો કોંગ્રેસ તરફી ઝોક વધુ હોવાનું કહેવાય છે.

વીઆઈપી સેક્ટરો અને ગામો ધરાવતા વોર્ડમાં પસંદગી માથાનો દુખાવો થશે
સેક્ટર-1, 6, 7,8, રાંદેસણ, રાયસણ, કોબા, કુડાસણ ગામનો કેટલોક ભાગ અને ટીપી-5નો ધોળાકુવા તથા ઈન્દ્રોડાનો વિસ્તાર ધરાવતા વોર્ડ નં-10માંથી પણ ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર, પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિક પટેલ, મહાનગરભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર દાસે દાવેદારી કરી છે. આ વિસ્તારની વસ્તીને એક પટેલની ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે. બીજી તરફ મોટી વસ્તી ધરાવતા ગામોમાંથી ભાજપ સાથે સંકળાયેલા સક્રિય કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. તો સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન આશિષ દવેનું નામ પણ આ વોર્ડમાંથી સંભળાયું રહ્યું છે, જોકે વરિષ્ઠ ગણાતા આ નેતાએ દાવેદારી ફોર્મ ભર્યું નથી. ત્યારે આ વોર્ડમાં પણ ઉમેદવારીની પસંદગી ભાજપ માટે માથાનો દુ:ખાવો બને તેમ છે. ત્યારે સમૃદ્ધ ગામો અને વીઆઈપી સેક્ટર-1 અને 8 ધરાવતા આ વોર્ડમાં એક પટેલ અને એક બ્રાહ્મણ ઉમેદવારની પસંદગી થાય તેમ છે.

ડે. મેયરને 10 નંબરને બદલે 6 નંબરના વોર્ડમાંથી ઊભા રહેવા સમજાવાય
ડેપ્યુટી મેયર તરીકે નાગરિકોમાં અને સંગઠનમાં પણ સારી છાપ ધરાવતા ડેપ્યુટી મેયર નાઝાભાઈને વોર્ડ નં-10ના સ્થાને વોર્ડ નં-6માંથી ઉભા રાખવા માટે સમજાવાય તો નવાય નહીં. સેક્ટર-11,12,13, 14, 15, 16, 17, વાવોલ (કુબેરનગર અને તળાવ આસપાસનો વિસ્તાર), ગોકુલપુરા વિસ્તારમાં એસસી, ઓબીસીની વસ્તી સહિત સામાન્ય વર્ગના લોકો વધુ છે. જોકે કોંગ્રેસ તરફી રહેતાં આ વિસ્તારમાંથી ભાજપના સભ્યને જીતવા માટે વધુ મહેનત કરવી પડે તેમ છે.

ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે રજૂઆત થઈ!
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વર્તમાનના કેટલાક સભ્યો વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો અને તેને લીધે પક્ષની ખરડાયેલી છબી અંગે નિરિક્ષકોને રજૂઆત થઈ હોવાનું કહેવાય છે. માત્ર ભ્રષ્ટાચારના આક્ષેપો જ નહીં સભ્યોની નિષ્ક્રિયતા નાગરિકો અને પક્ષના કાર્યકરો સાથેનું વર્તન સહિતના મુદ્દે રજૂઆતો થઈ હોવાનું કહેવાય છે. આ સિવાય પણ આખી ટર્મ ચાલેલા ભાજપના જ બે જુથો વચ્ચેના ઝઘડાઓથી પણ નિરિક્ષકોને વાકેફ કરાયા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો