રાજકારણ:મનપામાં નેતાઓ વચ્ચે જૂથવાદ, તંત્ર સાથેના વિખવાદમાં ભાજપે ઝંપલાવ્યું!

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંકલન સમિતિની બેઠકમાં પેન્ડિંગ કામો-બિલો અંગે હકારાત્મક ઉકેલની ચર્ચા

ગાંધીનગર મહાનગર પાલિકામાં એક જ પક્ષના નેતાઓ વચ્ચે જૂથવાદ અને વહીવટ તંત્ર વચ્ચે વિખવાદમાં હવે ભાજપે ઝપલાવ્યું છે. જેના કારણે ગરમાવો આવી ગયો છે. આ મામલે સોમવારે  શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં કોર્પોરેેશનના હોદ્દેદારો અને પક્ષના સભ્યો વચ્ચે સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદે ચર્ચા થઈ હતી.

કોર્પોરેશનના હોદ્દેદારો તેમજ પક્ષના સભ્યો વચ્ચે સંકલન સમિતીની બેઠક મળી
આ અંગે સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બેઠકમાં પેન્ડિંગ દરખાસ્તો, સિક્યુરિટી એજન્સીના બિલ તથા વહીવટી તંત્ર સાથેની ખેંચતાણના મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં સમગ્ર મુદ્દે હકારાત્મક ઉકેલ લાવવા પક્ષ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના કોર્પોરેશનના હોદ્દેદારોને તાકીદ કરવામા આવી હોવાનું કહેવાય છે.  પ્રભારી મંત્રી કૌશિકભાઈ પટેલની  અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળવાની હતી પરંતુ તેમને સમય નહીં મળતા ભાજપના સે-21 ખાતેના કાર્યાલયમાં બેઠક મળી હતી. જેમાં કોર્પોરેશનની હાલની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા બાદ કેટલાંક મહત્વના સૂચનો આપવામા આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉના સમયે કોર્પોરેશનની બેઠકો પહેલાં સંકલન સમિતિની બેઠકો મળતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી બેઠક ન મળતા કોર્પોરેશના હોદ્દેદારો અને વહીવટી તંત્ર વચ્ચે વિખવાદ વધ્યો છે. જેને પગલે તાકીદે બેઠક બોલાવીને હવે પછી સંકલન સમિતિની બેઠકમાં નક્કી થાય તે પ્રમાણે સ્થાયી સમિતિનો એજન્ડા તૈયાર કરવા ભાર મૂકાયો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ગાંધીનગર મનપામાં એક જ પક્ષના નેતાઓ વચ્ચે જૂથવાદ અને વહીવટ તંત્ર વચ્ચે વિખવાદ થતા આ મામલે હવે ભાજપે પણ તેમાં ઝપલાવ્યું છે. વિખવાદની સ્થિતીને અટકાવવા માટે થઈ રહેલા વિવિધ પ્રયાસો હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અગાઉના સમયે કોર્પોરેશનની બેઠકો પહેલાં સંકલન સમિતિની બેઠકો મળતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી આવી બેઠક ન મળતા આ મુદે કોર્પોરેશના હોદ્દેદારો અને વહીવટી તંત્ર વચ્ચે વિખવાદ વધ્યો છે. ત્યારે આવી સ્થિતી ટાળવા માટેના હાલમાં પ્રયાસો કરવામા આવી રહ્યા છે.

વિખવાદની સ્થિતીને અટકાવવા માટે થઈ રહેલા વિવિધ પ્રયાસો
હાલમા કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અગાઉના સમયે કોર્પોરેશનની બેઠકો પહેલાં સંકલન સમિતિની બેઠકો મળતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી આવી બેઠક ન મળતા આ મુદે કોર્પોરેશના હોદ્દેદારો અને વહીવટી તંત્ર વચ્ચે વિખવાદ વધ્યો છે. ત્યારે આવી સ્થિતી ટાળવા માટેના હાલમાં પ્રયાસો કરવામા આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...