તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ગુનાઈત રેકોર્ડ, નબળાની છાપથી ભાજપે નવા વાડજ-સરદારનગરના ઉમેદવાર બદલવા પડ્યા

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વિરોધને કારણે અન્ય વોર્ડમાં ઉમેદવારો બદલાવાની ચર્ચા આખો દિવસ ચાલ્યા પછી મોટા ફેરફાર ન થયા

ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે ભાજપે નવા વાડજ તથા સરદારનગર વોર્ડના એક-એક ઉમેદવાર બદલવા પડ્યા હતા. નવા વાડજ વોર્ડમાં બળદેવ દેસાઇને ભાજપે ટિકિટ આપી હતી. પરંતુ તેમનો ગુનાઈત રેકોર્ડ હોવાની ફરિયાદ થતાં તેના સ્થાને વિજય પંચાલને ટિકિટ અપાઈ છે. સરદારનગર વોર્ડમાં લાલચંદ પંજવાણીને ટિટકિટ અપાઈ હતી પરંતુ તેઓ નબળા હોવાની કાર્યકરોની ફરિયાદને પગલે બાદ તેમને બદલીને ચંદ્રકાંત ખાનચંદાનીને ઉમેદવાર બનાવાયા છે. ખોખરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર સંબંધે કાકા ભત્રીજા થાય છે. ભાજપે અહીં ચેતન પરમારને જ્યારે કોંગ્રેસે ચેતનના કાકા મધુભાઇ પરમારને ટિકિટ આપી છે.

ફેરફાર માટે આ કારણ જવાબદાર
હરીફની ટિકિટ કપાવનારા રમેશ દેસાઈના ટેકેદાર અંતે કપાઈ ગયા
નવા વાડજમાં ભૂતપૂર્વ ઉમેદવાર રમેશ દેસાઇની ટીકીટ ઉંમરને કારણે કપાઇ હતી અને તેમને સ્થાને બળદેવ દેસાઇને ટિકિટ મળી હતી. રમેશ દેસાઇએ દબાણ કરીને વોર્ડમાં પોતાના કટ્ટર હરીફ કોર્પોરેટર જિગ્નેશ પટેલની ટિકિટ પણ કપાવી હતી. પરંતુ પ્રદેશ સ્તરે બળદેવ દેસાઇ પોતે ગુનાઈત ઇતિહાસ ધરાવતા હોવાની રજૂઆત કરાઇ હતી. તેને લઇને પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાયો અને તેમને બદલી નખાયા.

સરદારનગરમાં સમીકરણ બદલાયું
સરદારનગરમાં ભાજપે લાલચંદ પંજવાનીને ટિકિટ આપી હતી પરંતુ તેમણે પારિવાિરક કારણોસર ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર લાલચંદ નબળા ઉમેદવાર છે તેવું સમજાતાં સ્થાનિક કક્ષાએથી રજૂઆત બાદ તેમને બદલવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો