ડેમેજ કંટ્રોલ:અમદાવાદના દરિયાપુર, બાપુનગર, જમાલપુર બેઠક પર ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યું

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપના નેતાએ કોંગ્રેસના એક નેતાના ઘરે જ બેઠક કરી
  • કોંગ્રેસે જીતેલી 4 બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે અમદાવાદ શહેરની 16 પૈકી 4 બેઠક પર મજબૂત ટકકર છે. ગયા વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અમદાવાદ શહેરની દાણીલીમડા, દરિયાપુર, જમાલપુર-ખાડીયા અને બાપુનગરની બેઠક ગુમાવી હતી. આ ચારેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. આવી સ્થિતિમાં આ બેઠકો પર ભાજપે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે અને દરિયાપુરની બેઠકમાં ભાજપના જ એક નેતાએ કોંગ્રેસના નેતા સાથે બેઠક યોજી હોવાનું બહાર આવ્યું છે.

ભાજપ દ્વારા એક એક બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે દરિયાપુર બેઠક જીતવા માટે ભાજપે કોંગ્રેસના જ એક નેતાને હાથમાં લીધા છે. આ નેતા સાથે સોમવારે ભાજપના એક નેતાએ બેઠક યોજીને તેમના તરફી મતદાન થાય તેવી સમજૂતી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આવા સંજોગોમાં દરિયાપુર બેઠક પર શું પરિણામ આવશે તે વધુ રસપ્રદ બન્યું છે, ઉપરાંત બાપુનગર બેઠક પર પણ કોંગ્રેસના બે નેતાઓને ભાજપે સાધ્યા છે. આ બે નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર હારે તેવા પ્રયાસ કરી રહ્યા છે. જો ગણતરી પ્રમાણેના પ્રયાસ થાય અને પરિણામ મળે તો આ બેઠક પણ કોંગ્રેસ માટે જીતવી અઘરી થઇ રહી છે. જમાલપુર-ખાડીયા બેઠક પર એઆઇએમઆઇએમના ઉમેદવાર પણ છે.

એવું મનાય છે કે, એઆઇએમઆઇએમ કોંગ્રેસના જ ઉમેદવારના મત તોડી શકે છે. આથી આ ઉમેદવારને પાછલે બારણે મદદ કરવા માટે પણ પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસ માટે અમદાવાદની 4 બેઠકમાંથી 4 બેઠક જાળવવી વધુ મુશ્કેલ બની ગઇ છે. જો કે, પરિણામ શું આવશે તે તો 8 ડિસેમ્બરે જ ખબર પડશે પણ એ પહેલા પરિણામની પોતાના તરફી કરવા માટે ભાજપે તમામ પ્રયત્નો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...