ભાસ્કર એનાલિસિસ:ભાજપ-કોંગ્રેસે 5માંથી 4 બેઠક પર ઉમેદવાર બદલ્યા, 3ની ટિકિટ હારવાને કારણે, 1ની ઉંમરને કારણે કપાઇ, કોંગ્રેસે અસંતોષ દેખાતા 3 ચહેરા બદલ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માણસામાં ભાજપમાંથી જે. એસ. પટેલ, ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસમાંથી વિરેન્દ્રસિંહ મેદાને
  • સત્તા માટેની રમત : જ્ઞાતિના સમીકરણ, ઉંમર અને હારના કારણે ચહેરા બદલાયા

ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાનો ગુરુવારે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના બાકી તમામ ઉમેવાદરો પોતાના ઉમદેવારી ફોર્મ ભરશે. ઉમેદવારોએ ભવ્ય રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જવા માટે તૈયારીઓ કરી લીધી છે. બુધવાર સાંજે ભાજપ દ્વારા પોતાના બાકી ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. માણસા બેઠક પર ભાજપે પાટીદાર ઉમેદવાર જે. એસ. પટેલને ટિકિટ આપી છે.

આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, ડી.ડી પટેલ અને જે.એસ.પટેલના નામ ચાલ્યા હતા. જેમાંથી છેવટે આજોલ ગામમાં વતની જે. એસ. પટેલની પસંદગી થઈ હતી. તેઓ બિલ્ડર, ઉદ્યોગપતિ તેમજ અનેક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય છે. ભાજપ તથા કોંગ્રેસે 4 ચહેરા બદલ્યા છે. માણસામાં જાહેરાત પહેલાં અમિત ચૌધરીને બે વખત કમલમનું તેડું આવ્યું હતું. વિરોધ કે માથાકૂટ સામે ન આવે તેનું ધ્યાન રાખવા સમજાવાયા છે.

ભાજપે જાહેર કરેલા પાંચ ઉમેદવારોમાં 2 પાટીદાર અને ત્રણ ઠાકોર છે. જ્યારે કોંગ્રેસે 5 બેઠકોમાં 1 પાટીદાર અને 3 ઠાકોર અને 1 રાજપૂત સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસે ગાંધીનગર ઉત્તર બેઠક પર વિરેન્દ્રસિંહ વાઘેલા જ્યારે દહેગામમાં વખતસિંહ ચૌહાણના નામની જાહેરાત કરી છે.

ભાજપે રાજપૂત સમાજને ટિકિટ ન આપી
ભાજપે જિલ્લાની એકપણ બેઠક પર રાજપૂત સમાજના ઉમેદવારને ટિકિટ આપી નથી, 2017ની ચૂંટણીમાં રાજપૂત સમાજનો કોઈ ઉમેદવાર હતો નહી. જેને પગલે જિલ્લાના રાજપૂત સમાજમાં આંતરિક રોષ જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલાં આ મુદ્દે સેક્ટર-12 ખાતે ખાતે બેઠક પણ મળી હતી, જેમાં ગામના ઉમેદવાર અપક્ષ તરીકે લડશે તેવી જાહેરાત પણ કરાઈ હતી.

આપના ઉમેદવારની ખુલ્લી રિક્ષામાં રેલી
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ પટેલે ખુલ્લી રીક્ષામાં રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આપ દ્વારા માણસા ખાતે પોતાના ઉમેદવાર તરીકે ભાસ્કર પટેલના નામની જાહેરાત કરી છે. આપ દ્વારા દહેગામમાં સુહાગ પંચાલ, ગાંધીનગર દક્ષિણમાં દોલત પરમારના નામની જાહેરાત કરાઈ છે. જોકે કલોલ ખાતે આપ દ્વારા કોઈ ઉમેદવારની જાહેરાત કરાઈ નથી.

ભાજપ : 4 બેઠકો પર ચહેરો બદલ્યો
માણસા : 2012માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે રહેલા અમિત ચૌધરી ભાજપમાં જોડાયા હતા, 2017માં ભાજપમાંથી હાર્યા હતા. જેથી ચહેરો બદલવાયો

​​​​​​​ગાંધીનગર દક્ષિણ : ભાજપે ત્રણ ટર્મથી ચૂંટાતા શંભુજી ઠાકોરની ટિકિટ ઉંમરના કારણે કાપી અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત કરી છે.

ગાંધીનગર ઉત્તર : ધારાસભ્ય અશોક પટેલે ટિકિટ માંગી હતી. 2012માં જીત્યા ને 2017માં હાર્યા.પક્ષે નવા ચહેરા તરીકે રીટાબેન પટેલ પણ પસંદગી કરી છે.

કલોલ : ડો. અતુલ પટેલે 2012 અને 2017માં ચૂંટણી હારી જતાં ભાજપે નવા ચહેરા તરીકે ઠાકોર સમાજના લક્ષ્મણજી ઠાકોરને તક આપી છે.

કોંગ્રેસ : 4 બેઠકો પર ચહેરો બદલ્યો
માણસા : વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલે ચૂંટણી લડવાની ના પાડતા બાબુસિંહ ઠાકોરને ટિકિટ મળી છે. નવો ચહેરો જીત અપાવશે કે નહીં તે જોવું રહ્યું

ગાંધીનગર ઉત્તર : વર્તમાન ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વીજાપુર જતાં તેઓના નજીક ગણાતા વિરેન્દ્રસિંહને ટિકિટ મળી છે.

દહેગામ : પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે દાવેદારી કરી હતી, પરંતુ પ્રદેશ પ્રમુખ સાથેના કોઈ જૂના મનદુ:ખને પગલે તેઓની ટિકિટ કપાઈ છે.

ગાંધીનગર દક્ષિણ : કોંગ્રેસે ગોવિંદજી ઠાકોરને ટિકિટ આપીને બેઠક ગુમાવી હતી, હવે અહીં વર્ષોથી ટિકિટ માટે પ્રયત્ન કરતાં હિમાંશુ પટેલ ચૂંટણી લડશે. ગોવિંદજી ક્રોંગ્રેસમાં જ રહ્યા નથી. ​​​​​

અન્ય સમાચારો પણ છે...