જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર એક પછી એક જાહેરાત થઈ છે. ભાજપે માણસાને બાદ કરતાં ચારેય બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે દહેગામ અને ગાંધીનગર ઉત્તરમાં હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપ-કોંગ્રેસના જાહેર થયેલા 7 ઉમેદવારોમાંથી માત્ર 1 ઉમેદવાર આઠ પાસ છે, બાકી વધુ ભણેલા છે. બંને પક્ષના ઉમેદવારોમાં બે એડવોકેટ, એક ગૃહિણી, જ્વેલર્સ, બે ખેતીના વ્યવસાયકારોનો સમાવેશ થાય છે.
ભાજપ : માણસા બેઠક માટે ભાજપ પાસે પસંદગીનો ચહેરો નથી
ગાંધીનગર દક્ષિણ : ઠાકોર સમાજનો નિર્ણાયકની ભૂમિકામાં સમાવેશ
અલ્પેશ ઠાકોર, 47 વર્ષ
જ્ઞાતિ : ઠાકોર
અભ્યાસ : BA પ્રથમ વર્ષ
વેપાર-ધંધો : ખેતી અને ટ્રેડિંગ
કેમ ટિકિટ મળી : દક્ષિણ બેઠકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ હોવાથી અને ઠાકોર સમાજ નિર્ણાયક ભૂમિકામાં હોવાથી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.
ગાંધીનગર ઉત્તર : ભાજપના પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે, સ્થાનિકોમાં વિરોધ
રીટાબેન પટેલ, 38 વર્ષ જ્ઞાતિ : પટેલ અભ્યાસ : PGDCA વેપાર-ધંધો : ગૃહિણી 2017 જીતનું માર્જિન : 4774 મત કેમ ટિકિટ મળી : 2008માં અસ્તિત્વમાં આવેલી ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર આ ત્રીજી ચૂંટણી યોજાશે. ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલ પૂર્વ મેયર અને પાટીદાર છે.
કલોલ : 3 ટર્મથી કોંગ્રેસના હાથમાં રહેલી બેઠક માટે ભાજપે જોર લગાવ્યું
લક્ષ્મણજી ઠાકોર, 52 વર્ષ જ્ઞાતિ : ઠાકોર અભ્યાસ : 8 પાસ વેપાર-ધંધો : જ્વેલર્સ 2017 જીતનું માર્જિન : 7925 મત કેમ ટિકિટ મળી : ઠાકોર સમાજનો ચહેરો અને વેપારી તરીકેની સારી છાપ હોવાથી પસંદગી કરાઇ છે. સમાજ પર પણ પ્રભુભક્તિ ધરાવતી વ્યક્તિ હોવાથી ટિકિટ અપાઇ
દહેગામ : 2012માં કોંગ્રેસે જીતેલી બેઠક 2017માં ભાજપે આંચકી હતી
બલરાજસિંહ ચૌહાણ, 51 વર્ષ જ્ઞાતિ : ક્ષત્રિય અભ્યાસ : એલએલબી વેપાર-ધંધો :એડવોકેટ 2017 જીતનું માર્જિન : 22,567 મત કેમ ટિકિટ મળી : બલરાજસિંહની સ્વચ્છ પ્રતિભા અને કાર્યકરો અને પ્રજા સાથે સીધો સંપર્ક હોવાથી મોવડીઓમાં તેમની ઈમેજ શાંત સરળ વ્યક્તિત્વની રહી છે.
કોંગ્રેસ : દહેગામ અને ઉત્તરના ઉમેદવાર માટે કપરાં ચઢાણ
ગાંધીનગર દક્ષિણ : કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલતા હાર ચાખી
ડો.હિંમાશુ પટેલ, 54 વર્ષ
જ્ઞાતિ : પટેલ અભ્યાસ : લોમાં પીએચડી વેપાર-ધંધો : એડવોકેટ 2017 જીતનું માર્જિન : 11920 કેમ ટિકિટ મળી : આ તરફ હિમાંશુ પટેલ પ્રદેશ કોંગ્રેસમાં પ્રવક્તા છે અને સ્થાનિક ઉમેદવાર તરીકે મોટાભાગના મતદારોમાં તેઓ જાણીતો ચહેરો હોવાથી પક્ષે તેમને ટિકિટ આપી
માણસા : કોઈ પણ પક્ષ માટે જીતના સમીકરણ બદલાતા રહે છે
બાબુસિંહ ઠાકોર, 62 વર્ષ જ્ઞાતિ : ઠાકોર અભ્યાસ : ટીવાયબીએ વેપાર-ધંધો : ખેતી- ટ્રાન્સપોર્ટ 2017 જીતનું માર્જિન : 524 મત. કેમ ટિકિટ મળી : ક્ષત્રિય મતો કરી શકે તે માટે ઠાકોર સમાજનો ચહેરો હોવાથી પસંદગી કરાઇ આ બેઠક પર કોઈ એક પક્ષનું શાસન રહ્યું નથી. કોંગ્રેસના સુરેશ પટેલે ચૂંટણી માટે અનિચ્છા દર્શાવી હતી.
કલોલ : બંને પક્ષે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ અપાતા રસાકસી
બળદેવજી ઠાકોર, 59 વર્ષ
જ્ઞાતિ : ઠાકોર અભ્યાસ : ટીવાયબીકોમ વેપાર-ધંધો : ખેતી-પશુપાલન
ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર રીટા પટેલ સામે કાર્યકરોમાં ભારે રોષ
વિધાનસભાની ચૂંટણીમાં દહેગામની બેઠક માટે કોંગ્રેસ માટે કોકડું ગુંચવાયું છે. તો બીજી તરફ બે મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવાર જાહેર કરતાં પ્રચારના શ્રી ગણેશ થયા છે. ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. દહેગામના આપના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારોએ લોકસંપર્ક શરૂ કર્યો છે.
માણસામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. આ તરફ ગાંધીનગર ઉત્તરમાંથી ભાજપે રીટાબહેનને ટિકિટ આપતાં સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. મંગળવારે બપોરે ભાજપના ખેસ સાથે 25થી 30 લોકો કોબા કમલમ ખાતે પહોંચી ગયા હતા. રીટાબેન પટેલ વિરોધી બેનર્સ સાથે કમલમ ખાતે પહોંચેલા લોકો સી. આર. પાટીલને મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.