રાજકીય દાવપેચ શરૂ:મોટી આદરજ સીટની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરાતા જીત માટેના રાજકીય દાવપેચ શરૂ

ગાંધીનગર તાલુકા પંચાયતની ખાલી પડેલી આદરજ મોટી બેઠકની પેટા ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા છે. ફોર્મની ચકાસણીની તારીખ 20મી, સોમવારે કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 21મી છે. જોકે અપક્ષ તરીકે અન્ય કોઇ જ ઉમેદવારી ફોર્મ નહી ભરતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ યોજાશે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ચુંટણીમાં આદરજ મોટી બેઠક માટે ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠકના ચાલુ સભ્ય વિજેતા બન્યા હતા.

ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠક ખાલી પડતા તેની પેટા ચુંટણી આગામી તારીખ 3જી, ઓક્ટોબરના રોજ યોજનાર છે. આદરજમોટી બેઠકની પેટા ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શનિવારે અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તેમાં ભાજપમાંથી એક ડમી ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે. જ્યારે કોંગ્રેસમાંથી કોઇ જ ડમી ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. ભાજપમાંથી રાજુજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સદસ્ય છે. ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગમાં નોકરી કરે છે. જ્યારે કોંગ્રેસમાંથી દશરથજી પ્રહલાદજી ઠાકોરે જે આદરજ મોટી ગામના ડેપ્યુટી સરપંચ તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે. અપક્ષ કે અન્ય રાજકીય પક્ષમાંથી એકપણ ઉમેદવારે ફોર્મ ન ભરતા આદરજ મોટી બેઠકની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...