તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીનું રાજકારણ:મનપાનો રસી બૂથ ભાજપે કબજે કર્યો, AAPએ રસી લેવા લોકોને સમજાવ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપના નેતાઓએ સેક્ટર-13 ઓમકાર સ્કૂલેે યોજાયેલા રસીકરણમાં ભાગ લેવા માટે માઈક પર જાહેરાત કરીને લોકોને અપીલ કરી હતી. - Divya Bhaskar
આપના નેતાઓએ સેક્ટર-13 ઓમકાર સ્કૂલેે યોજાયેલા રસીકરણમાં ભાગ લેવા માટે માઈક પર જાહેરાત કરીને લોકોને અપીલ કરી હતી.
  • કોરોના કેસ ઘટી જતાં રાજકીય પક્ષોને મહાનગરપાલિકાની ચૂંટણી યાદ આવી
  • આપના કાર્યકરોને જોઈ સ્થાનિક નેતા રોષે ભરાયા

કોરોનાના કેસ ઘટતાં જ રાજકીય પક્ષોને મહાનગરપાલિકાની સ્થગિત કરાયેલી ચૂંટણી યાદ આવવા લાગી છે. ચૂંટણીની નવી તારીખ જ્યારે આવશે ત્યારે, પરંતુ લોકસેવાના નામે પ્રચાર કરવાની એક પણ તક ન છોડનારા રાજકીય પક્ષો ‘રસીનું રાજકારણ’ રમી રહ્યા છે. સેક્ટર-13માં મંગળવારે યોજાયેલો રસીકરણ કેમ્પ તેનું તાજું ઉદાહરણ છે. મહાનગરપાલિકા આયોજિત કેમ્પને શાસક પક્ષ ભાજપે ‘પોતિકો’ કેમ્પ ગણાવી પ્રચાર કર્યો હતો જ્યારે ‘આપ’એ મનપાના સહયોગથી કેમ્પનો પ્રચાર કર્યો હતો. કેમ્પના સ્થળે પણ ભાજપ અને આપ વચ્ચે ગરમાવો જામ્યો હતો.

બન્યું એવું કે મંગળવારે કેમ્પના સ્થળે ભાજપના વોર્ડ નં-6ના તમામ ઉમેદવાર સહિતના નેતાઓ સવારથી જ રસીકરણ બુથ પર પહોંચી ગયા હતા. જ્યારે આપના 4-5 નેતા-કાર્યકરો પછી આવ્યા હતા. ભાજપના નેતાઓને પગલે આપના કાર્યકરો બુથની અંદર ગયા ન હતા. તેઓએ વોર્ડ નં-6ના વિસ્તારોમાં માઈક સાથે ફરીને રસીકરણ કેમ્પની જાહેરાત કરીને લોકોને લાભ લેવા અપીલ કરી હતી.

આપની જાહેરાત અને કાર્યકરોને જોઈને બુથ પર હાજર સ્થાનિક નેતા રોષે ભરાઈ ગયા હતા. તેઓએ તો ‘જો આપના કાર્યકરો બુથમાં આવશે તો ટાંટીયા ભાગી નાખીશ’ ત્યાં સુધીની જાહેરાત કરી દીધી હતી. જોકે અન્ય નેતાઓએ તેમને સમજાવીને શાંત પાડ્યા હતા. ત્યારે ખરેખર સવાલ એ થાય છે કે કોર્પોરેશનમાં રજૂઆત કરીને કેમ્પનું આયોજન કોણે કરાવ્યું હતું.

સે-13 ઓમકાર સ્કૂલેે યોજાયેલા રસીકરણ કેમ્પમાં ભાજપના નેતા, કાર્યકરો
સે-13 ઓમકાર સ્કૂલેે યોજાયેલા રસીકરણ કેમ્પમાં ભાજપના નેતા, કાર્યકરો

રસીકરણ બુથ પર ભાજપના પ્રચાર સામે આપ દ્વારા આવેદનપત્ર અપાયું
ગાંધીનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સેક્ટર-6 સંત રોહિતદાસ મંદિર ખાતે કેમ્પ યોજવાની જાહેરાત કરાઈ હતી. જેમાં 45 વર્ષથી ઉપરના નાગરિકોને પ્રથમ કે બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મનપાની ટીમ દ્વારા થતી કામગીરીમાં ભાજપના બેનર્સ અને ખેસ પહેરેલા નેતાઓ સામે આમ આદમી પારો્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. આપ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું જેમાં સેક્ટર-13 ઓમકાર સ્કૂલ અને સે-6 મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં ભાજપના પ્રચાર સામે પગલાં લેવા માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...