તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી:દસક્રોઈ તાલુકા પંચાયતની 2 બેઠક પર BJPના ઉમેદવાર બિનહરીફ થયાં

વહેલાલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બિનહરીફ જાહેર થયેલા બંને ઉમેદવાર 9 પાસ

ચૂંટણીમા મતદારો મત આપે તે પૂર્વેજ મતદારોનું મન પારખી જઇ પાર્ટીઓ હારથવાની ડિપોઝીટ ગુમાવવાની બીકે ઉમેદવારી નોંધાવતા નથી આથી ઉમેદવારી નોંધાવેલ ઉમેદવાર બિન હરીફ ચૂંટાઈ આવે છે. દસક્રોઈ તાલુકા પંચાયતની બે સીટ બિન હરીફ જાહેર થઈ છે.

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બિન હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી છે .જાહેર કરેલ યાદી મુજબ દસક્રોઈ તાલુકા પંચાયતની ભુવાલડી -3 તેમજ ખોડિયાર -12 ની સીટ બિન હરીફ જાહેર થઈ છે.

બિન હરીફ જાહેર થયેલા યાદી મુજબ ભુવાલડી 3 મા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રીની સીટ પર વર્ષાબેન કેવલભાઈ ઠાકોર તેમજ ખોડીયાળ 12 ની બિન અનામત સીટ પર અમરતજી ગાભાજી ઠાકોર બિન હરીફ જાહેર થયા છે.બિન હરીફ જાહેર થયેલા બંને ઉમેદવાર 9 પાસ છે. આમ દસક્રોઈ તાલુકા પંચાયતની બે સીટ બિન હરીફ જાહેર થઈ છે.

તા.પં.માં અંતિમ દિવસે ફોર્મ ભરવા ધસારો, 28 સીટ માટે 105 ફોર્મ ભરાયાં
દસક્રોઈ તાલુકા પંચાયતની વહેલાલ સીટ પરથી કોંગ્રેસ તેમજ ભાજપના સ્થાનિક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે.કોંગ્રેસ તરફથી પંચાયતી સભ્ય રહી ચૂકેલા રોહિતજી ઠાકોર તેમજ ભાજપ માંથી ગત તા.પંચાયતના સદસ્ય ઉમેશભાઈ પટેલને રિપીટ કરાયા છે. દસક્રોઈ તાલુકા પંચાયતની 28 સીટો માટે છેલ્લા દિવસે ધસારો જોવા મળ્યો હતો.28 સીટ માટે ચૂંટણી પંચની વેબસાઈટમાં ઓનલાઇન રજૂથયેલ સોગંદનામાં મુજબ 105 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.ઉલ્લેખનીય છે કે દસક્રોઈ ની ભુવાલડી તેમજ ખોડિયાર સીટો બિન હરીફ જાહેર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો