સૌરાષ્ટ્રની દસ બેઠકો:પાટીદારોને સૌરાષ્ટ્રમાં મતદાન માટે લાવવા-લઈ જવા ભાજપ ઉમેદવારોએ વ્યવસ્થા કરી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સૌરાષ્ટ્રની દસ બેઠકો પર કડવા પાટીદાર મતદાતાઓનું સીધું પ્રભુત્વ

સૌરાષ્ટ્રની 42 બેઠકો પર પહેલી તારીખે મતદાન થવાનું છે અને અહીંની કડવા પાટીદાર પ્રભાવી દસ બેઠકો પૈકી સાત બેઠકો પર ભાજપે કડવા પાટીદાર ઉમેદવારને ઉતાર્યા છે. આ કડવા પાટીદાર ઉમેદવારોએ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં વસતા પોતાના જ્ઞાતિના મતદાતાઓને મતદાન કરવા આવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ ઉમેદવારોએ મતદાતાઓને તેમની કુળદેવી ઉમિયા માતાનો આદેશ છે તેમ જણાવીને મતદાન કરવા આવવા અપીલ કરી છે.

આ ઉમેદવારોએ પોતાના કાર્યકર્તાઓને અન્ય વિસ્તારોમાં રહેતા મતદાતાઓને લાવવા અને લઇ જવા માટે બસોની વ્યવસ્થા, રહેવા જમવાની સગવડ અને જરૂરી કિસ્સામાં કેશ અને મતદાતાઓની બીજી કોઇ ઇચ્છા હોય તો તે પણ પૂરી પાડવાની સૂચના આપી છે. જ્ઞાતિના સોશિયલ મિડીયા ગૃપમાં સંપર્ક નંબરો પણ આપી દેવાયા છે.

કડવા પાટીદાર નેતાઓએ 10 બેઠકો માગી હતી

ચૂંટણી પહેલા કડવા પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના ધર્મસ્થાન એવા સીદસર અને ગાંઠીલા સાથે સંકળાયેલા જયરામ વાંસજાળિયા અને અન્ય કડવા પાટીદાર નેતા વાલજી ફળદુએ પોતાના સમાજના નેતાઓ માટે દસ બેઠકો પર ટિકિટ માગી હતી. આ બેઠકો પર કડવા પાટીદારો નિર્ણાયક સંખ્યામાં છે.

જયસુખ પટેલ અંગે સમાજે ચિંતા વ્યક્ત કરી હતી
આ અગાઉ કડવા પાટીદાર સમાજે મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવાના જયસુખ પટેલને ભાજપની સરકાર ફસાવી દેશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. હજુ આ ઘટનામાં જયસુખ પટેલને આરોપી બનાવાયા નથી અને તેઓ ફરાર છે. જો કે કડવા પાટીદારોને ભાજપે ટિકિટો આપતા હાલ આ રોષ ઠંડો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...