વિધાનસભા ચૂંટણી:માણસાના ધો.10 પાસ ભાજપના ઉમેદવાર જયંતી પટેલ પાસે 652 કરોડની સંપત્તિ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરની 5 બેઠક પર 125 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં, સૌથી વધુ કલોલમાં 30 ફોર્મ
  • અલ્પેશ ઠાકોરે 3 કરોડથી વધુ સંપત્તિ જાહેર કરી
  • ભાજપ-કોંગ્રેસ, આપના ઉમેદવારોમાં 8 ગ્રેજ્યુએટ, 2 દસ પાસ, એક 8 પાસ

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામશે. ત્રણ રાજકીય પક્ષના ઉમેદવારોમાં સૌથી વધુ સંપતિ માણસામાં ભાજપના ઉમેદવાર જે. એસ. પટેલની 652 કરોડ છે. માત્ર 10 પાસ જે. એસ. પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. જે. એસ. પટેલ ત્રણ રાજકીય પક્ષોમાં સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. જ્યારે સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે ગાંધીનગર ઉત્તરના રીટાબેન પટેલ 39 વર્ષના છે.

ઉમેદવારોનું ભાવી 5 ડિસેમ્બરે ઈવીએમમાં કેદ
સૌથી વધુ ભણેલા ઉમેદવાર ગાંધીનગર દક્ષિણના કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલે પીએએચડી કરેલી છે. જ્યારે કલોલ ભાજપના ઉમેદવાર લક્ષ્મણજી ઠાકોર 8 પાસ જ છે. ઉમેદવારોમાં 8 ઉમેદવારો કોલેજ કે તેનાથી વધુ ભણેલા છે. 2 ઉમેદવાર 10 પાસ, 2 ઉમેદવાર 12 પાસ છે. ભાજપ-કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તમામ પક્ષના ઉમેદવારો કરોડપતી છે. તમામ ઉમેદવારો પાસે પોતાની ગાડી છે, જોકે ગાંધીનગર દક્ષિણમાં કોંગ્રેસના ઉમેદવાર એવા હિમાંશુ પટેલ કે તેના પરિવારના નામે તેઓએ કોઈ વાહન દર્શાવ્યું નથી. આ ઉમેદવારોનું ભાવી 5 ડિસેમ્બરે ઈવીએમમાં કેદ થશે.

ગાંધીનગરમાં દક્ષિણ જ્યારે સૌથી ઓછા મતદારો
જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરશે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં પુરુષ મતદારોની સંખ્યા 6,79,212 અને મહિલા મતદારો 6,46,343 સહિત કુલ 13,25,604 મતદારો નોંધાયો છે. પાંચ બેઠકોમાં સૌથી વધુ મતદારો ગાંધીનગરમાં દક્ષિણ જ્યારે સૌથી ઓછા મતદારો દહેગામ વિધાનસભા બેઠકમાં નોંધાયેલા છે. ત્યારે જોવાનું રહે છે કે મતદારોનો ઝોક ક્યાં વધુ રહે છે.

પાંચ વિધાનસભા કુલ 125 ઉમેદવારી ફોર્મ ભરાયા
​​​​​​​ત્રણ રાજકીય પક્ષો ઉપરાંત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી કરી છે. જોકે 21 નવેમ્બરના રોજ ઉમેદવાર પરત ખેંચવાના દિવસે સાંજે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે બાદ કઈ બેઠક પર કયા પક્ષના કેટલા મત તૂટે તેમ છે તે અંગેનું ગણેત રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવશે.

ગાંધીનગર દક્ષિણ
પક્ષભાજપકોંગ્રેસઆપ
ઉમેદવારઅલ્પેશ ખોડાજી ઠાકોરહિમાંશુ પટેલદોલત પટેલ
ઉંમર વર્ષ47 વર્ષ54 વર્ષ36 વર્ષ
વ્યવસાયખેતી અને ટ્રેડિંગએડવોકેટ નોટરીખેતી
અભ્યાસBAનું પ્રથમ વર્ષલો માં પીએચપી12 પાસ
વાહનઈનોવા ક્રિસ્ટાનથી

હ્યુડાઈ-આઈ-10 કાર, એક્ટિવા

મિલકતજંગમ : 1.60 કરોડજંગમ : 2.22 કરોડ

જંગમ : 40.70 લાખ

સ્થાવર : 1.39 કરોડસ્થાવર : 4.87 કરોડ

સ્થાવર : 7.87 કરોડ

કુલ3 કરોડ7.10 કરોડ8.14 કરોડ
ગાંધીનગર ઉત્તર
ઉમેદવારરીટાબેન પટેલવિરેન્દ્રસિંહ વાઘેલામુકેશ પટેલ
ઉંમર વર્ષ39 વર્ષ39 વર્ષ60 વર્ષ
વ્યવસાયબિલ્ડરખેતી, કન્સ્ટ્રક્શનબિઝનેસમેન
અભ્યાસPGDCA12 પાસ11 પાસ
વાહનI-10,ફોર્ચ્યુનર, હોન્ડીસિટીફોર્ચ્યુન કાર, ક્રેટા,બુલેટ-
મિલકતજંગમ : 12.87 કરોડજંગમ : 13. 37 કરોડજંગમ : 1.51 કરોડ
સ્થાવર : 7.63 કરોડસ્થાવર : 6.96 કરોડ

સ્થાવર : 3.38 કરોડ

કુલ20.51 કરોડ20.33 કરોડથી વધુ4.90 કરોડ
દહેગામ
ઉમેદવારબલરાજસિંહ ચૌહાણવખતસિંહ ચૌહાણસુહાગ પંચાલ
ઉંમર વર્ષ51 વર્ષ51 વર્ષ41 વર્ષ
વ્યવસાયએડવોકેટ અને નોટરીખેતી પશુપાલન

કન્સ્ટ્રક્શન બિઝનેસ

અભ્યાસએલએલબી-199910 પાસB.com
વાહનઈનોવા, એક બાઈકફોર્ચ્યુનર કાર

ઈનોવા કાર, બ્રેઝા કાર, બુલેટ

મિલકતજંગમ : 64 લાખજંગમ : 29.13 લાખજંગમ : 1.26 કરોડ
સ્થાવર : 54 લાખસ્થાવર : 58 લાખ

સ્થાવર : 1.05 કરોડ

કુલ1.18 કરોડ87.13 લાખ2.31 કરોડ
માણસા
ઉમેદવારજે. એસ. પટેલબાબુસિંહ ઠાકોરભાસ્કર પટેલ
ઉંમર વર્ષ64 વર્ષ62 વર્ષ48 વર્ષ
વ્યવસાયબિલ્ડર-ખેતીખેતી, ટ્રાન્સપોર્ટ

બીયારણના વેપારી

અભ્યાસ10 પાસટીવાયબીએએસવાયબીકોમ
વાહન--સ્વીફ્ટ કાર
મિલકતજંગમ : 141 કરોડજંગમ : 43 લાખજંગમ : 14 લાખ
સ્થાવર : 511 કરોડસ્થાવર : 69 લાખ

સ્થાવર : 1.10 કરોડ

કુલ652 કરોડ1.12 કરોડ1.24 કરોડ

​​​​​​​

કલોલ
ઉમેદવારલક્ષ્મણજી ઠાકોરબળદેવજી ઠાકોરકાંતિજી ઠાકોર
ઉંમર વર્ષ54 વર્ષ59 વર્ષ62 વર્ષ
વ્યવસાયજ્વેલર્સખેતી અને પશુપાલનખેડૂત
અભ્યાસ8 પાસટીવાયબીકોમબી.કોમ
વાહનક્રેટા કાર-કાર
મિલકતજંગમ : 67.44 લાખજંગમ : 1.75 કરોડ

જંગમ : 15.56 લાખ

સ્થાવર : 11.65 કરોડસ્થાવર : 11.19 કરોડસ્થાવર : 50 લાખ
કુલ12.68 કરોડ12.94 કરોડ1.25 કરોડથી વધુ

​​​​​​​ ​​​​​​​ ​​​​​​​

જિલ્લાની પાંચેય બેઠક પર આપ અસર કરશે
વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ભાજપ-કોંગ્રેસ બંનેની ઉંઘ બગાડી છે. કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીમાં જીતશે કે નહીં તે પછીની વાત છે, પરંતુ તેઓ પરિણામ પર અસર ચોક્કસથી કરશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જેવો જ માહોલ સર્જાય તો પણ નવાય નહીં. જેમાં આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને મળેલા મત્તો વચ્ચે માત્ર 6 ટકા જેટલું જ અંતર રહ્યું હતું. જોકે આપની એન્ટ્રીથી કોંગ્રેસના મત તૂટતા ભાજપને ફાયદો થયો હતો. વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં હારજીતના પરિબળો અને પરિસ્થિતિ જુદી-જુદી હોય છે. જે જોતા આપને કોંગ્રેસ જેટલા મતો ન પણ મળે પરંતુ આપના ઉમેદવારો દરેક બેઠક પર અસર કરશે તે નક્કી છે. જેને પગલે આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી સાથે હારજીતના માર્જિનમાં બહુ મોટા અંતર નહીં રહે તેવું લાગી રહ્યું છે.

ઉમેદવારોમાંથી માત્ર અલ્પેશ ઠાકોર સામે 5 ગુના નોંધાયા છે
15 ઉમેદવારોમાંથી માત્ર અલ્પેશ ઠાકોર સામે જ ગુના નોંધાયેલા છે. જેમાં સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં બિનકાયદેસર ઘરમાં પ્રવેશ કરી અપમાનીત કરી દારૂના ખોટા પુરાવા ઉભા કરવાનો આક્ષેપ છે. પાલનપુર પોલીસ સ્ટેશનમાં માનહાનીનો કેસ, સોલા અને વિસનગર પોલીસ સ્ટેશનમાં પરવાનગી વગર જાહેરસભા કરીને જાહેરનામાનો ભંગ તથા ખેરાલુ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચાર કરતાં વધુ માણસો ભેગા થઈ જાહેરનામા ભંગ કરવાનો ગુનો છે.

અન્ય સમાચારો પણ છે...