સૂચના:BJPના ઉમેદવાર સત્તા માટે અન્ય પક્ષો સાથે હાથ નહીં મિલાવી શકે, સહકારી સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારો માટે પાટીલનો આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સી.આર. પાટીલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સી.આર. પાટીલ - ફાઇલ તસવીર

ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં હવે ભાજપ તરફથી જે ઉમેદવારને મેન્ડેટ મળે તેમને જ ચૂંટણી લડવાની રહેશે અને તે ઉમેદવારોની જ પેનલ બનાવવાની રહેશે. આ ઉમેદવારો સત્તા માટે અન્ય પક્ષ સાથે સંબંધ ધરાવતાં વિજેતા ઉમેદવારો સાથે મળીને સત્તા રચી શકશે નહીં.

ભાજપ પ્રમુખ પાટીલે બોડેલીમાં મળેલી સહકારી સંસ્થાઓની સભામાં સહકારી આગેવાનોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાર થાય તો પણ એટલે કે સહકારી સંસ્થાની ગવર્નિંગ બોડીમાં ભાજપના પૂરતા ઉમેદવારો ન ચૂંટાય તો તેવા કિસ્સામાં પણ ભાજપ સાથે જોડાયેલાં આગેવાનો અન્ય ઉમેદવારોનો સહારો લેશે નહીં.

આમ હવેથી ભાજપ સાથે જોડાયેલાં સહકારી આગેવાનો જો ચૂંટણી લડતા હોય તો તેઓ ઘણાં વખતથી ચાલી આવતી પ્રથા પ્રમાણે અન્ય પક્ષ સાથે સંબંધ ધરાવતા સહકારી આગેવાનો સાથે હાથ મિલાવી શકશે નહીં. નોંધનીય છે કે આગામી સમયમાં પાર્ટી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મોટાપાટે મહિલા સભાસદોને ચૂંટણી લડાવવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...