તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારની જાહેરાત:ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા, દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને ટિકીટ મળી

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના રાજ્યસભાના ઉમેદવાર ડાબેથી રામભાઈ મોકરિયા અને જમણે દિનેશ પ્રજાપતિ - Divya Bhaskar
ભાજપના રાજ્યસભાના ઉમેદવાર ડાબેથી રામભાઈ મોકરિયા અને જમણે દિનેશ પ્રજાપતિ
 • રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે
 • પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.

ભાજપે રાજ્યસભાની બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યાં છે. પહેલી માર્ચે યોજાનારી બે બેઠકોની ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં મુળ પોરબંદરના અને મારુતિ કુરિયરના માલિક રામભાઈ મોકરીયા તથા ડિસાના ભાજપના આગેવાન અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી છે. રામભાઈ મોકરીયાએ divyabhaskar સાથે વાતચીત પણ કરી હતી
બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે
ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મોકરિયા
ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મોકરિયા

રામભાઈ મુળ પોરબંદરના વતની છે
રામભાઈ મુળ પોરબંદરના વતની છે.તેમને એક દિકરી અને બે દિકરા છે. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને VHP સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. તેઓ 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.1989 નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે 1985માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે.
રામભાઈની divyabhaskar સાથે એક્સક્લુઝિવ વાતચીત
આજે મારૂતિ કુરિયરના રામભાઇ મોકરીયાનો 61મો જન્મદિવસ છે. તેઓ રાજકોટની જનકલ્યાણ સોસાયટીમાં રહે છે. ‘કુરિયર’નું નામ પડે એટલે ગુજરાત સહિત ભારતભરના મોટાભાગના વિસ્તારમાં એક જ નામ આવે ‘મારૂતી’. આજે ‘કુરિયર’નો પર્યાય બનેલી મારૂતી કુરિયર સર્વિસની સફળતા પાછળ તેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની તનતોડ મહેનત અને અડગ મનોબળ છે. ભારતના છેવાડાના ગામ સુધી પોતાની સર્વિસ પૂરી પાડતી મારૂતી કુરિયરના ફાઉન્ડર રામભાઈ મોકરીયાની સફળતાની જર્ની પણ ઘણું બધુ શીખવી જાય તેમ છે. પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા.

વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી રૂપાણી સાથે સારા સંબંધો ધરાવે છે
વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી રૂપાણી સાથે સારા સંબંધો ધરાવે છે

રામભાઈ 7 હજાર લોકોને રોજગારી પુરી પાડે છે
જો કે દરેક મુશ્કેલીનો સામનો કરી આગળ વધેલા રામભાઈની મારૂતી કુરિયર કંપની આજે ભારત સહિત વિદેશમાં પણ સર્વિસ પૂરી પાડે છે. એટલું જ નહીં 7000 લોકોને રોજગારીની સાથે આશરે 400 કરોડનું ટર્નઓવર પણ કરે છે.નાનપણથી જ પોતાના ખર્ચ જાતે ઉઠાવવામાં માનતા રામભાઈને રાતોરાત સફળતા મળી નથી. કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ છોડ્યો, 1983માં પોરબંદરમાં આવેલા પૂરમાં ઘરવખરી તમામ વખરી તણાઈ ગઈ, છતાં હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં રામભાઈએ પોતાના સંઘર્ષ અને પોતાની સફળતા વિશે વિગતે વાત કરી હતી. માત્ર પોતાની સફળતા જ નહીં પણ મારૂતી કુરિયર કંપનીમાં કામ કરી તેમના સમાજના લોકોનું જીવનધોરણ અને બાળકોમાં અભ્યાસની ગુણવત્તા પણ સુધરી હોવાનો તે ગર્વ અનુભવે છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.

દિનેશ પ્રજાપતિ ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે
દિનેશ પ્રજાપતિ ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે

દિનેશ પ્રજાપતિ ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તરગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસાભાજપના આગેવાન છે.

ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી
ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.
અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહેમદભાઈ વિજયી થયા હતા
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાનથી પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે. અહેમદ પટેલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા. 2017માં તેઓ જ્યારે આ પદ માટેની ચૂંટણી જીત્યા ત્યારે ભાજપે ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ અમિત શાહે અહેમદભાઈને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યે રાજીનામાં આપી દીધા હતા. જોકે અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહેમદભાઈ વિજયી થયા હતા. ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી.કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું અવસાન 25 નવેમ્બરે થયું હતું. તેમની ટર્મ 18 ઓગસ્ટ 2023માં પુરી થતી હતી. જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું અવસાન પહેલી ડિસેમ્બરે થયું હતું. તેમની ટર્મ 21 જૂન 2026ના રોજ પુરી થવાની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો