ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ભાજપ-કોંગ્રેસ બંનેની ઉંઘ બગાડી છે. કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીમાં જીતશે કે નહીં તે પછીની વાત છે, પરંતુ તેઓ પરિણામ પર અસર ચોક્કસથી કરશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જેવો જ માહોલ સર્જાય તો પણ નવાય નહીં. જેમાં આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને મળેલા મત્તો વચ્ચે માત્ર 6 ટકા જેટલું જ અંતર રહ્યું હતું.
જોકે આપની એન્ટ્રીથી કોંગ્રેસના મત તૂટતા ભાજપને ફાયદો થયો હતો. વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં હારજીતના પરિબળો અને પરિસ્થિતિ જુદી-જુદી હોય છે. જે જોતા આપને કોંગ્રેસ જેટલા મતો ન પણ મળે પરંતુ આપના ઉમેદવારો દરેક બેઠક પર અસર કરશે તે નક્કી છે. જેને પગલે આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી સાથે હારજીતના માર્જિનમાં બહુ મોટા અંતર નહીં રહે તેવું લાગી રહ્યું છે. જેને પગલે હાલ તો ભાજપ-કોંગ્રેસ બંનેને વિધાનસભામાં પણ કોર્પોરેશનવાળી થવાનો ભય સતાવી રહ્યો છે. જોકે આપના ઉમેદવારો કોના મત આંચકી લેશે તે ચિત્ર તમામ ઉમેદવારોની જાહેરાત બાદ જ સામે આવે તેમ છે.
2017ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને મળેલા મત, ટકાવારી | ||||||
બેઠક | પડેલામત | ભાજપ | ટકા | કોંગ્રેસ | ટકા | જીતનુંમાર્જિન |
દહેગામ | 146303 | 74445 | 50.88 | 63585 | 43.46 | 10860 (ભાજપ) |
ગાંધીનગર દ. | 215949 | 106547 | 49.33 | 94620 | 43.81 | 11920 (ભાજપ) |
ગાંધીનગર ઉ. | 159464 | 73432 | 46.04 | 78206 | 49.04 | 4774 (કોંગ્રેસ) |
માણસા | 162304 | 77378 | 47.67 | 77902 | 47.99 | 524 (કોંગ્રેસ) |
કલોલ | 164689 | 74921 | 45.49 | 82886 | 50.32 | 7925 (કોંગ્રેસ) |
કોર્પોરેશનની ચૂંટણીમાં આપ 21.84 ટકા મત લઈ ગઇ હતી
મનપાની ચૂંટણીમાં 11 વોર્ડમાં કુલ 1,58,532 નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં કુલ 5,71,064 મત પડ્યા હતા. આ મતોમાંથી ભાજપને 2,64,904 મત એટલે કે 46.38 ટકા, કોંગ્રેસને 1,59,675 મત એટલે કે 27.96 ટકા જ્યારે આમ આદમી પાર્ટીને 1,24,774 મત એટલે કે 21.84 ટકા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.