તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ચૂંટણીમાં ઉમેદવારો માટે ‘રાત થોડી ને વેશ ઝાઝા’ જેવો ઘાટ, ભાજપ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • તમામ ઉમેદવારો માટે માત્ર15 દિવસમાં મતદારો સુધી કઈ રીતે પહોંચવું તે સમસ્યા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલે મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસના 5 રિપિટ સભ્યોને બાદ કરતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સભ્યો નવા છે. મતદાનને આડે હવે માત્ર 15 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે ઉમેદવારો માટે તમામ મતદારો સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે. જેને પગલે હાલતો ઉમેદવારો માટે ‘રાત થોડી ને વેશ ઝાઝા’ જેવો ઘાટ ઘડાયો છે. તેવામાં કોરોનાના ભય વચ્ચે ઉમેદવારો માટે લોકોને મળવું વધુ મુશ્કેલ બની ગયું છે.

સામાન્ય રીતે ઉમેદવારોની જાહેરાત પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ વોર્ડમાં કાર્યકરો સાથે વોર્ડ મિટિંગો કરી લીધી છે. ભાજપ દ્વારા હવે વિજય વિશ્વાસ સંમેલન શરૂઆત કરાઈ છે. ગુરુવારે રાત્રે જ વોર્ડ નં-11 ખાતે ભાજપ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું હતું. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અગાઉ વોર્ડ વાઈઝ બેઠકો કરાયા બાદ પક્ષમાં હાલ ખાસ કોઈ હલચલ દેખાઈ રહી નથી. ઉમેદવારો દ્વારા પોતાની રીતે વિસ્તારમાં લોકો અને કાર્યકરોને સંપર્ક શરૂ કરી દેવાયો છે.

ભાજપના તમામ ઉમેદવારો નવા છે જેને પગલે ભ્રષ્ટાચારના આક્ષેપો અને વર્તમાન શાસનની ભૂલો ગણાવીને આક્ષેપો કરવાની કોઈ તક કોંગ્રેસ પાસે નથી. તો 2 ટર્મથી વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના સભ્યો સામે આક્ષેપ કરવા માટે ભાજપ પાસે કોઈ મુદ્દા નથી. આ બધા વચ્ચે આપના અનેક ઉમેદવારો દ્વારા સમસ્યાલક્ષી પ્રચાર શરૂ કરી દેવાયો છે. જેમાં સફાઈ, ઉભરાતી ગટર અને રસ્તા પર ખાડા પુરવા માટે આપના ઉમેદવારો જાતે પહોંચીને કામગીરી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો