ગાંધીનગર શહેરમા વાહન ચોરીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે.ગાંધીનગરના વાવોલ અને ભાઇજીપુરા પાસેથી બે ટુ વ્હીલરની ચોરી થવા પામી છે. થોડાક સમય માટે વાહન મુકીને જતા લોકોના વાહનો પણ સુરક્ષિત જોવા મળતા નથી. બંને વાહન ચોરીની ફરિયાદ સેક્ટર 7 અને ઇન્ફોસિટી પોલીસ મથકમા 2 અને સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરી હતી.
ગીરીશભાઇ બળદેવભાઇ પટેલ (રહે, ભાઇજીપુરા) અનાજની દલાલીની કામગીરી કરે છે અને તેમની ઓફિસ રાધે ટાઇમ્સ સ્ક્વેર ખાતે આવેલી છે. ત્યારે ઘરેથી આવન જાવન માટે બાઇકનો ઉપયોગ કરતા હતાફ. ત્યારે બાઇક લઇને સવારે ઓફિસે આવ્યા હતા અને બપોરે બહાર જવાનુ હોવાથી પાર્ક કરેલી જગ્યા ઉપર બાઇક લેવા જતા જોવા મળ્યુ ન હતુ. આસપાસમા તપાસ કરવા છતા પતો નહિ લાગતા 15 હજારની કિંમતા બાઇકની ચોરીની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમા નોંધાવી હતી. તે ઉપરાંત કોબા પાસે આવેલા પ્રેક્ષા ભારતી પાસેથી એક બાઇકની ચોરી થઇ છે.
વાવોલમા આવેલી પંજુરી પેલેસમા રહેતા પ્રજ્ઞેશભાઇ વસંતભાઇ ઠક્કર ખાનગી કંપનીમા નોકરી કરે છે. ત્યારે ગત મોડી રાત્રે બહારથી આવ્યા બાદ તેમનુ બાઇકને સોસાયટીના પાર્કિંગમા મુકાયુ હતુ. જ્યારે આજે સવારે નોકરી જવાનુ હોવાથી બાઇકને પાર્કિંગમા લેવા ગયા હતા. પરંતુ પાર્કિંગમા બાઇક જોવા મળ્યુ ન હતુ. આસપામા પણ તપાસ કરવામા આવી હતી. પરંતુ બાઇકની કોઇ જાણકારી નહિ મળતા ચોર સામે બાઇકની ચોરીની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મા નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.