તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચ રોડ પર કારની ટક્કરે બાઈક ચાલક વૃદ્ધનું મોત

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના ચ રોડ પર હેલિપેડના કટ પાસે ઈનોવા ગાડીની ટક્કર લાગતા બાઈક પર જઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું. - Divya Bhaskar
શહેરના ચ રોડ પર હેલિપેડના કટ પાસે ઈનોવા ગાડીની ટક્કર લાગતા બાઈક પર જઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું.
 • અકસ્માતમાં મૃતક સેક્ટર-3A/ન્યુના રહીશ હોવાનું બહાર આવ્યુંં
 • આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા જીવણભાઈ કરાર પર નોકરી કરતાં હતાં

ગાંધીનગર શહેરમાં ચ-5થી ચ-3 તરફ જતાં હેલીપેડ પાસેના કટ પાસે ગાડીની ટક્કર વાગતા સર્જાયેલા અકસ્માતમાં જીવણભાઈને માથાના ભાગે ગંભીર તથા શરીરે નાની-મોટી ઈજાઓ થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. સવારે ઘરેથી સચિવાલય જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. 10:20 વાગ્યાના સુમારે તેઓ ચ રોડ પર હેલીપેડના કટ પાસે પહોંચ્યા ત્યાર ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે સેક્ટર-3A/ન્યુ ખાતે રહેતાં જીવણભાઈ નાનજીભાઈ ચૌહાણ (પ્લોટ નંબર- 245/1) સવારે ઘરેથી સચિવાલય જવા માટે બાઈક લઈને નીકળ્યા હતા.આ દરમિયાન તેઓ સવારના 10:20 વાગ્યાના સુમારે ચ રોડ પર હેલીપેડના કટ પાસે પહોંચ્યા ત્યારે એક ઈનોવા ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાયેલા જીવણભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે દોડી આવેલા લોકોએ તેમને તાત્કાલિક 108 મારફતે ગાંધીનગર સિવિલ ખસેડ્યા હતા.બાદમાં આ ઘટનાની જાણ થતા દોડી આવેલી સેક્ટર-7 પોલીસે તેમની પાસેથી મળેલા ઓળખકાર્ડના આધારે તેમને ઘરે પહોંચી હતી.

સાડા બાર વાગ્યાના સુમારે પોલીસ ઘરે પહોંચી ત્યારે તેમની પુત્રી ઘરે એકલી હતી જે પિતાના અકસ્માતના સમાચાર સાંભળીને ભાંગી પડી હતી. ત્યારબાદ તે પડોશીને લઈને ગાંધીનગર સિવિલ પહોંચી હતી. દીકરી સિવિલ પહોંચી ત્યારે પિતા મૃત હાલતમાં સ્ટ્રેચર પર પડેલા જોવા મળ્યા હતા. અકસ્માતમાં જીવણભાઈને માથાના ભાગે ગંભીર તથા શરીરે નાની-મોટી ઈજાઓ થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં પિતાનું મોત થવાના કારણે આંનંદિકા જીવણભાઈ ચૌહાણે આ બાબતે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે GJ-18-BJ-2207 નંબરની ઈનોવાના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક જીવણભાઈ જુના સચિવાલયના બ્લોક નં-5 આરોગ્ય વિભાગમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ફેબ્રુઆરી-2018માં નિવૃત્ત થયા હતા. જે બાદ તેઓ તે જ વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા હતા. ત્યારે નોકરી જતા સમયે અકસ્માત થતાં તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો