એક તરફ કોરોના ગાઈડલાઈનમા સ્પોટર્સ સ્ટેડિયમ, રમતગમતની ઇવેન્ટમાં પ્રેક્ષકોની ઉપસ્થિત વિના મેચ કે સ્પર્ધા યોજવા કહ્યું છે.પરંતુ આ નિયમો જાણે દસક્રોઈના રમોત્સવમા લાગુ પડતો ના હોય તેમ બીબીપુરા તાલુકા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલ રમોત્સવમાં પ્રેક્ષકો મા સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર કોરોના ગાઈડલાઈનના ધજીયા ઉડાડયા હતા. અને આ મામલાને લઈને આગામી દિવસોમાં વિવાદ થાય તેમ લાગી રહયુ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બીબીપુરા ખાતે યોજાયેલા રમતોત્સવ અંગે વીડિયો વાઈરલ થયો છે જેમાં કબડ્ડીની સ્પર્ધા વખતે પ્રેક્ષકોમાં સોશિયલ ડિસ્ટન્સનું ક્યાંયે પાલન થતું જોવા મળતું નથી. કોરોનાના કેસ વધતા સરકારે વાઇબ્રન્ટ સમિટ, પતંગોત્સવ ફ્લાવર શો રદ કર્યા છે શાળાઓ બંધ કરી છે. જ્યારે વાઈરલ વીડિયો મુજબ બીવીપુરાના રમોત્સવમાં રમતવીરો અને આયોજકોએ જાણે કોરોના ગાઈડલાઈનને નેવે મૂકી દીધી હોય તેમ કબડ્ડીની સ્પર્ધા દરમિયાન પ્રેક્ષકોમા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી.
એક તરફ શટલીયા રિક્ષામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી તો કણભા પોલીસે આવા રીક્ષા ચાલકો સામેં ગુનો નોંધ્યો છે.પરંતુ રમોત્સવના વાયરલ વીડિયોમાં નરી આખે સોશિયલ ડિસ્ટનસના ધજીયા રમતવીરો, દર્શકો ઉડાડી રહ્યા છે છતાં પોલીસ દ્વારા કોઈ એક્શન કે ફરિયાદ રમત સંચાલકો સામે નોંધાઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.