• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Bhupendra Patel's New Cabinet Has An Average Wealth Of Rs 3.67 Crore, The Richest Hrishikesh Patel Has Rs 14 Crore And Arjun Singh Has Only Rs 12 Lakh.

મંત્રીઓનો મની પાવર:ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની સરેરાશ સંપત્તિ 3.67 કરોડ, સૌથી વધુ ધનવાન ઋષિકેશ પટેલ પાસે 14 કરોડ તો અર્જૂનસિંહની માત્ર 12 લાખની સંપત્તિ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મંત્રીની સંપત્તિ 10 કરોડથી વધુ અને 4 મંત્રીની સંપત્તિ 5 કરોડથી વધુ
  • બે મંત્રીની સંપત્તિ 25 લાખ કરતા ઓછી

છેલ્લા 5 દિવસથી ગુજરાતનું રાજકારણ ખૂબ ચર્ચામાં છે. વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બાદ આજે તેમના મંત્રી મંડળની રચના કરવામાં આવી છે. જેમાં 10 કેબિનેટ મંત્રી, 5 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્યકક્ષા મંત્રીએ શપથ લીધા છે. શપથ લેનારા મંત્રીઓની ચૂંટણી સમયે એફિડેવિટમાં દર્શાવવામાં આવેલી સંપત્તિ પર નજર ફરેવીએ તો આ ભૂપેન્દ્ર પટેલની આ કરોડપતિ સરકાર છે. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત 17 મંત્રીઓ કરોડપતિ છે, જ્યારે 5 મંત્રીઓની સંપત્તિ 25 લાખથી વધુ અને 1 કરોડથી ઓછી છે. જોકે બે મંત્રીની સંપત્તિ 25 લાખ કરતા ઓછી છે.

24માંથી 17 મંત્રી કરોડપતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં 24 મંત્રીમાંથી 17 મંત્રી કરોડપતિ છે. જેમાંથી ત્રણ મંત્રીની સંપત્તિ 10 કરોડથી વધુ અને 4 મંત્રીની સંપત્તિ 5 કરોડથી વધુ છે, જ્યારે 11 મંત્રીઓની સંપત્તિ 5 કરોડથી ઓછી અને 1 કરોડથી વધુ છે.

સૌથી વધુ સંપત્તિ ઋષિકેશ પટેલ અને જગદીશ પટેલની
​​​​​​​
સૌથી વધુ સંપત્તિઓની વાત કરવામાં આવે તો 17 કરોડપતિ મંત્રીમાંથી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલની સંપત્તિ સૌથી વધારે છે. ઋષિકેશ પટેલની સંપત્તિ 14.95 જ્યારે જગદીશ પંચાલની સંપત્તિ 14.75 કરોડની આસપાસ છે. જ્યારે કુબેર ડિંડોરની સંપત્તિ 10.94 કરોડ છે.

6 મંત્રીઓની સંપત્તિ ત્રણથી 5 કરોડની
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 6 મંત્રીઓની સંપત્તિ ત્રણ કરોડથી 5 કરોડ કે તેની આસપાસ છે. જેમાં કનુભાઈ દેસાઈની 5.77 અને દેવાભાઈ માલમની 5.23 કરોડ છે. જ્યારે વિનોદ મોરડિયાની 3.49 અને મુકેશ પટેલની 3.12 કરોડ છે.

​​​​​​8 મંત્રીઓની સંપત્તિ 1થી 2 કરોડની
નવા મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળમાં 8 મંત્રીઓની સંપત્તિ 1થી બે કરોડ કે તેની આસપાસ છે. જેમાં કિરીટસિંહ રાણાની 2.22 અને હર્ષ સંઘવીની 2.12 કરોડ સંપત્તિ છે. જ્યારે જીતુ ચૌધરીની 1.44 અને આર.સી.મકવાણાની 1.29 કરોડની સંપત્તિ છે.

​​​​7 મંત્રીઓની સંપત્તિ 1 કરોડથી ઓછી
નવા મંત્રીમંડળમાં 7 મંત્રીઓની સંપત્તિ 1 કરોડ કરતા ઓછી છે. જેમાં બ્રિજેશ મેરજાની 91.25 લાખ અને કિર્તીસિંહ વાઘેલાની 53.03 લાખ સંપત્તિ છે. જ્યારે પ્રદીપ પરમારની 23.47 અને અર્જૂનસિંહ ચૌહાણની 12.57 લાખ સંપત્તિ છે.

અન્ય સમાચારો પણ છે...