એક્શન પ્લાન:ભૂપેન્દ્ર પટેલે સચિવોને કહ્યું, સરકાર અલ્પજીવી નથી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રહેશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દરેક સચિવોને 100 દિવસના અને 1000 દિવસના એક્શન પ્લાન તૈયાર કરવા કહ્યું
  • સચિવો સાથે વન ટુ વન બેઠકમાં મુખ્યમંત્રીએ સંકેત આપ્યો, સરકાર 5 વર્ષ ચાલશે જ

મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યા અને સરકાર કાર્યરત થઇ. આ સાથે જ પટેલે સાંજે તમામ વિભાગોના સચિવની સાથે વન-ટુ-વન બેઠક કરી. આ દરમિયાન મુખ્યમંત્રીએ સચિવોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સરકાર અલ્પજીવી હશે તેવો વિચાર હોય તો મનમાંથી કાઢી નાખજો. આ પાંચ વર્ષ જનતાએ ખૂબ વિશ્વાસ સાથે આપ્યાં છે, જનતાની અપેક્ષા ત્યારે જ પૂરી થશે જ્યારે સરકારમાં ભ્રષ્ટાચાર જડમૂળથી નાબૂદ થશે, તેથી હું ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સનો આગ્રહી છું અને સહુએ એ વાત મનમાં ઠસાવી લેવાની રહેશે.

રાજ્ય સરકારના ખૂબ સિનિયર અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોઇપણ સચિવ હવે દીર્ઘસૂત્રી બનીને કામ કરશે નહીં. કોઇ ફાઇલ અટકવી ન જોઇએ અને ક્યાંય કોઇ મંત્રીને ત્યાં ફાઇલ અટકી હોય તો તરત સીએમઓમાં રિપોર્ટ કરી દેવો.

મુખ્યમંત્રીએ દરેક સચિવને 100 દિવસ અને 1000 દિવસના લક્ષ્યાંક તૈયાર કરવા જણાવ્યું છે. આગામી સો દિવસની અંદર જે પ્રજાલક્ષી કાર્યો ઝડપી અમલ થકી થઇ શકે તેની યાદી તૈયાર કરવાની રહેશે અને તે ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાને કારણે અટકી પડેલાં કામો પણ ઝડપથી પૂરા કરવા જણાવાયું છે. સચિવાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ જે રીતે 1000 દિવસના લક્ષ્યાંક આપ્યાં છે તે જોતાં કહી શકાય કે આવતાં ત્રણ વર્ષના સમયને ધ્યાને રાખીને તેઓ ચાલી રહ્યા છે.

જાન્યુઆરીના અંતમાં બદલીઓની શક્યતા
સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી જાન્યુઆરી માસના અંતિમ સપ્તાહમાં સચિવાલયમાં બદલીઓની શક્યતા છે. નવી સરકારના નવા મંત્રીઓને સોંપાયેલા વિભાગ અનુસાર હવે અમુક સચિવોની ફેરબદલી થશે. જે સચિવોની કામગીરી સંતોષજનક નથી રહી તેમને તરત બદલી નાખવામાં આવશે.

મુખ્ય સચિવને એક્સટેન્શન અપાશે કે નહી
​​​​​​​
હવે સચિવાલયમાં એક મુદ્દો ચર્ચામાં છે તે મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન. પંકજ કુમારની વયનિવૃત્તિ બાદ તેમને સાત મહિના માટે એક્સટેન્શન અપાયું હતું જે 31 જાન્યુઆરીએ પૂર્ણ થવા જાય છે. તેમને વધુ એક એક્સટેન્શન આપશે કે નહીં તે બાબતને લઇને હાલ ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...