તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ વડાનું સૂચન:આગામી તહેવારમાં લોકો ભેગા ન થાય તે માટે ધર્મગુરુને અપીલ; ઈન્જેક્શનના કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે: ડીજીપી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
DGP આશિષ ભાટિયાની તસવીર - Divya Bhaskar
DGP આશિષ ભાટિયાની તસવીર
  • હાલ કોરોના સમયમાં જાહેર કરાયેલા તમામ નિયમોનું ચુસ્ત પાલન કરાવાશે: DGP આશિષ ભાટિયા

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનાં કારણે અનેક લોકો સંક્રમિત થયા છે. ત્યારે હવે પોલીસ પણ ત્રીજા વેવ સામે લડવા સજ્જ બની છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. એવામાં ગુજરાત પોલીસના વડાએ આજે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાત્રિ કર્ફ્યૂ માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.તેની સાથે આખા રાજ્યમાં ઈન્જેકશનના કાળા બજાર કરતા લોકો સામે ગુનો નોંધો કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે ક્યાંય પણ કાળા બજાર કે અન્ય એન્ટી સોશિયલની વિગત જાણવા મળે તો ત્વરીત પોલીસને જાણ કરવી જોઈએ.

'રાત્રિ કર્ફ્યૂના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરાવાશે'
ડીજીપી આશિષ ભાટિયાએ આજે સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી કે , હાલ કોરોનાનાં સમયમાં જાહેર કરવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.જે માટે સમગ્ર 36 શહેરમાં આ પ્રકારે સૂચના આપી છે. બીજી તરફ હાલ રાજ્યની પોલીસને કાળા બજારીઓ સામે પણ કાર્યવાહી કરવા માટે જણાવાયું છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, હવે નવો રોગ મ્યુકોમારીકિસના સારવારમાં વપરાતા ઈન્જેકશનની પણ ખૂબ ડિમાન્ડ છે. જેના લીધે કોઈ જગ્યાએ સ્ટોક કરીને કાળા બજારી કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

'કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે'
આ સાથે જ ડિજીપીએ આગામી સમયમાં આવી રહેલા તહેવારોમાં લોકો ભેગા ન થાય તે માટે ધર્મગુરુને અપીલ કરી છે. પોલીસ દ્વારા દરેક જાહેરનામાનો કડક પાલન કરાવવામાં આવશે, ઈન્જેકશનના કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. સાથે જ ડીજીપી દ્વારા મ્યુકોમારીકિસની બીમારીના ઈન્જેકશનના કાળા બજારી કરનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચન અપાયું છે.

રાત્રિ કર્ફ્યૂ 18 મે સુધી લંબાવાયું
નોં​​​ધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે.

રાત્રિ કર્ફયુ અને મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ યથાવત
મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી. પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ 11 મે-2021 સુધી રાખવામાં આવેલો તે 12મે-2021 થી 18 મે-2021 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.