તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચા વચ્ચે ભરતસિંહ દિલ્હી પહોંચ્યા, અગાઉ ભરતસિંહે સંખ્યાબળ દર્શાવવા મીટિંગ કરી હતી

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરતસિંહ સોલંકીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ભરતસિંહ સોલંકીની ફાઇલ તસવીર.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તથા વિધાનસભામાં વિપક્ષના નેતાની નિમણૂકની ગતિવિધિ તેજ થઇ રહી છે, એવા સંજોગોમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પક્ષના હાઇકમાન્ડના નેતાઓને મળવા દિલ્હી પહોંચી સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જોકે સોનિયા ગાંધી સાથે હજુ મુલાકાત કરી નથી. પ્રદેશ પ્રમુખ બનાવવા પોતાનો પક્ષ રાખવા માટે સોલંકી દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભરતસિંહની આ મુલાકાત કોઇ ભવિષ્યની ઘટનાઓને લઇને નથી, પણ ઔપચારિક છે. કોંગ્રેસી સૂત્રો અનુસાર, ગયા શનિવારે ભરતસિંહે એક ફાર્મ હાઉસમાં પોતાના સમર્થન કરતા 20-25 નેતા અને ધારાસભ્યોની બેઠકમાં તેમણે હાઇકમાન્ડને પોતાના સંખ્યાબળના સમર્થનનો સંકેત આપ્યો હોવાનું જ માની શકાય.

વિપક્ષના નેતાના પદ માટે પણ દાવેદારો વધ્યા
આ તરફ વિપક્ષના નેતાપદ માટે પણ પ્રદેશ અને જ્ઞાતિ સમીકરણને લઇને દાવેદારી વધી છે. ઓબીસી સમાજ તરફથી કોળીનેતા પૂજા વંશ અને ઠાકોર નેતા બળદેવજી ઇચ્છા રાખીને બેઠા છે. આ તરફ સૌરાષ્ટ્ર પાટીદાર નેતા વીરજી ઠુંમર તથા દલિત સમાજના શૈલેશ પરમાર પણ દાવેદારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...