ફરિયાદ:પ્રભુપુરામા એકઠા થયેલા પરિવારનો વીડિયો ઉતારતા ભાણિયાને માર માર્યો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાં ડખા થતાં પરિવાર એકઠો થયો હતો
  • યુવકે માસીયાઈ ભાઈ અને મામા સહિત 7 સામે ફરિયાદ નોંધાવી

પ્રભુપુરા ગામમા 4 દિવસ પહેલા જમીન બાબતે ડખો ઉકેલવા માટે માસીયાઇ ભાઇઓ, મામા, માસી સહિત એકઠા થયા હતા. તે સમયે એક માસીયાઇ ભાઇ મોબાઇલમા રેકોર્ડિંગ કરી રહ્યો હતો. તે સમયે રેકોર્ડિંગ નહિ કરવા બાબતે ઠપકો આપતા ભાણિયો ઉશ્કેરાઇ ગયો હતો અને મામાને દાતી મારી હતી. તે સમયે ભાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. સામે ભાણિયાએ પણ મામા સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીનગરના પ્રભુપુરામાં રહેતા દિલીપ મંગાભાઇ બ્રાહ્મણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, હુ મારા મોસાળમા રહુ છુ. ગત 25 જુલાઇ બપોરના આશરે બે વાગ્યાના અરસામા મારા નાના શકરાભાઇની આશરે 2 વીઘા વડિલોપાર્જિત જમીન આવેલી છે. જેમા મામા ચીમનભાઇ પરમારે ખોટુ પેઢીનામું બનાવી મારી માતાનું નામ લખાવ્યું ન હતું. જે બાબતે કલેક્ટર કચેરીમાં પણ અરજી કરાઈ છે અને તપાસ ચાલુ છે. આ બાબતનુ સમાધાન લાવવા મારી માસી, જીજાજી, બહેનો સહિતના સબંધીઓ ઘરે આવ્યા હતા.

તે સમયે હુ વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે મારા મામા બહાર આવીને કહેવા લાગ્યા કે તુ મારો ભાણિયો થઇને વીડિયો ઉતારે છે કહીને ફોન ખેંચી લીધો હતો અને મારામારી કરવા લાગ્યા હતા. તે વખતે માસીનો દિકરો અનિલે પકડ્યો હતો અને બીજા માસીના દિકરા અરવિંદે છાતીના ભાગે મુક્કા માર્યા હતા. જ્યારે જતા જતા ધમકી આપતા ગયા હતા કે, જો હવે પછી વધારે બોલીશ તો જાનથી મારી નાખીશુ. જેને લઇને મામા ચિમન શકરા પરમાર, આશિષ ચિમન પરમાર, ગીતા ચિમન પરમાર (તમામ રહે, સેક્ટર 2એ), અનિલ મહેન્દ્ર (રહે, પાલજ), અરવિંદ (રહે, નિકોલ), નરેશ (રહે, નિકોલ) અને કિરીટ (રહે, નરોડા) સામે ડભોડા પોલીસ મથમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...