સમસ્યા:ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી આવી સ્થિતિ છતાં કોઇ જ વ્યવસ્થા કરાતી નથી

ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં તળાવના પાણી ભરાતા રોગચાળાની ચિંતા વાલીઓને સતાવી રહી છે. ગામનું તળાવ અને શાળાની કમ્પાઉન્ડ વોલ એક જ હોવાથી મોટી દુર્ઘટના બનવાની શક્યતા રહેલી છે. ત્યારે શાળામાં તળાવનું પાણી આવે નહી તેવી વ્યવસ્થા કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.રાજ્યના પાટનગરની એક શાળામાં તળાવનું પાણીના અંડિગાથી વિદ્યાર્થીઓ રોગચાળાનો ભોગ બને તેવી શક્યતા રહેલી છે. જિલ્લાના ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં ત્રણેક ફુટ જેટલું પાણી ભરાતા વાલીઓમાં ચિંતા ઉઠી છે. શાળા ધોરણ-1થી 5ની હોવાથી શિક્ષકોમાં પણ બાળકોને લઇને કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તેની ચિંતા સતાવી રહી છે.

લાખો અને કરોડો રૂપિયાના વિકાસના કામો કરતી રાજ્ય સરકારને ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં તળાવનું પાણી ભરાય નહી તે માટે કોઇ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. જોકે ગ્રામજનોના જણાવ્યા મુજબ ભાઇજીપુરા પ્રાથમિક શાળાની પાસે જ ગામનું તળાવ આવેલું છે. જોકે સતત વરસાદથી ગામનું તળાવ ભરાઇ જવાથી પાણી શાળાના કમ્પાઉન્ડમાં ભરાયું છે.

શાળાના કમ્પાઉન્ડમાં ભરાયેલું તળાવનું પાણી લીલા રંગનું દુર્ગંધ મારતું હોવાથી પોતાના સંતાનોને શાળામાં મોકલતા વાલીઓ ડરી રહ્યા છે. જોકે સલામતીના ભાગરૂપે વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલતા નથી. જોકે શાળાના કમ્પાઉન્ડમાં જ તળાવનું પાણી ભરાતા હાલમાં બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોવાથી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...