તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયામાં બાળક દત્તક લેવા અંગેના ફેક મેસેજથી સાવધાન: બાળ - સમાજ સુરક્ષા વિભાગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયામાં બાળક/બાળકી દત્તક લેવા અંગેના વાયરલ થયેલા મેસેજ ફેક હોવાનું જણાવી આવું ક્યાંય પણ થતું હોય તો તુરંત જિલ્લા બાળ સુરક્ષા તેમજ સમાજ સુરક્ષા અધિકાર ને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે કે, તમને સોશ્યલ મીડિયાના માધ્યમથી દીકરા/દિકરીઓને દત્તક લેવા અંગેના મેસેજ મળે કે જેમાં કોવિડ-19 મહામારીના કારણે અનાથ થયેલા દીકરા/દીકરીને દત્તક લેવા માટે અપીલ કરવામાં આવી હોય તો આવા મેસેજ ખોટા છે. તેને મહેરબાની કરી, આગળ શેર ના કરો અને અનાથ બાળકોને સીધા દત્તક લેવા કે આવા બાળકોની જાણકારી છુપાવવી એ કાનુન અપરાધ છે.

તાત્કાલિક જિલ્લા બાળ સુરક્ષા એકમ/ બાળ કલ્યાણ સમિતિ/ ચાઇલ્ડ લાઇન-1098/ સ્થાનિક પોલીસને જાણ કરો. દત્તક બાળક લેવા ઇચ્છુક માતા-પિતા માટે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની માર્ગદર્શિકા મુજબ ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ www.cara.nic.in 2. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, ‘એ' બ્લોક, ભોયતળીયે, સહયોગ સંકુલ બિલ્ડીંગ, જિલ્લા કક્ષાની કચેરીઓ, સેકટર-11, ફોન નં.079 -232 45400 ઉપર સંપર્ક સાધી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...