વેક્સિનેશનની કામગીરી:કોરોનાના નીલ કેસ વચ્ચે 11948 લોકોએ રસી લીધી

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

જિલ્લાના ગ્રામ્ય તેમજ મનપા વિસ્તારમાં કોરોનાની બંધ પડેલી ગતિ વચ્ચે રસીકરણની કામગીરીએ વેગ પકડ્યો હોય તેમ દિનપ્રતિદિન રહેતા લોકોની સંખ્યા પરથી લાગી રહ્યું છે. કોરાનાથી સંક્રમિત થયેલી વ્યક્તિઓમાંથી એક પળ દર્દી સાજો થયો નથી તેમ જ મોત પણ થયું નથી. જ્યારે વેક્સિનેશનની કામગીરીના ભાગરૂપે જિલ્લામાં શનિવારે 11948 લોકોએ રસિયો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 9514 લોકો જ્યારે મનપા વિસ્તારમાંથી 2434 લોકોએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ વધુમાં જણાવ્યું છે.