મુખ્યમંત્રી બાળસેવા યોજનાના નિયમો જાહેર:કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ભણેે ત્યાં સુધી લાભ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળ દરમિયાન માતા-પિતા બંનેનું મૃત્યુ થવાથી નિરાધાર બનેલા બાળકોને સહાય આપવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્યમંત્રી બાળ સહાય યોજનાની શરતો-નિયમો નક્કી કરાયા છે જે મુજબ આ યોજના હેઠળ બાળક શાળાએ જવાનું શરૂ શાળાકીય શિક્ષણ ચાલુ રહેશે ત્યાં સુધી સહાય મળવાપાત્ર રહેશે તેવી શરત રખાઈ છે. પાલક માતા-પિતા બાળકના શિક્ષણ અંગે બેદરકારી ન સેવે તે માટે આ શરત રાખી છે. આ યોજનામાં 18 વર્ષ સુધીના બાળકને દર મહિને 4 હજાર રૂપિયા સહાય જે માસમાં અનાથ બન્યું હોય તે માસથી ચૂકવાશે. 18 વર્ષ બાદ શિક્ષણ કાર્ય ચાલુ હોય કે 24 વર્ષની ઉંમર પૂરી થાય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના હેઠળ લાભ અપાશે. બાળકનું કુટુંબ ગુજરાતનું મૂળ વતની હોય કે 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...