કેમ્પ:વિદ્યાસહાયકોની ભરતી પહેલાં લાભપાંચમથી વધનો બદલી કેમ્પ યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તાલુકાકક્ષાનો પછી જિલ્લાકક્ષાનો બદલી કેમ્પ યોજાશે

વિદ્યાસહાયકની ભરતી પહેલાં જિલ્લામાં વધનો બદલી કેમ્પ તારીખ 29મી, શનિવારે, બીઆરસી ભવન, સેક્ટર-12 ખાતે યોજવામાં આવશે. જેમાં પ્રથમ તાલુકા કક્ષાનો કેમ્પ કર્યા બાદ જિલ્લાનો જનરલ કેમ્પ કરાશે.

આયોજન તારીખ 29મી, શનિવારે, બીઆરસી ભવન, સેક્ટર-12 ખાતે સવારે 8 કલાકે પ્રારંભ કરાશે. જેમાં પ્રથમ ચારેય તાલુકાઓનો કેમ્પ કરવામાં આવશે. તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વધનો કેમ્પ કર્યા બાદ પણ શિક્ષકોની વધ રહેશે તો જિલ્લાનો જનરલ કેમ્પ કરવામાં આવશે. જેમાં લોઅર પ્રાયમરી ધોરણ-1થી 5 અને અપર પ્રાયમરી ધોરણ-6થી 8ના શિક્ષકોનો વધનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા અને જિલ્લાકક્ષાના વધ કેમ્પમાં હાજર થનાર શિક્ષકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહી-સિક્કા સાથેના આધારો સાથે હાજર રહેવું. વધમાં પડેલા શિક્ષકે ફરજિયાત સ્થળની પસંદગી કરવાની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ગેરહાજર શિક્ષકને શિક્ષણ સમિતિ નક્કી કરેલી શાળામાં હુકમ કરાશે. શાળાના આચાર્યે તમામ શિક્ષકોને પત્ર વંચાણે લઇને તેને ઓફિસ ફાઇલમાં રાખવી. વધના બદલી કેમ્પમાં શિક્ષકોની સિનીયોરીટી લીસ્ટ મુજબ કરવામાં આવશે.તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...