તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સફર:પોતાની બદલી થાય તે પહેલાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ ગંજીફો ચીપ્યો, એકસાથે 143 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ તેમજ લોકરક્ષક કેડરના કર્મચારીઓની બદલીનાં હુકમ

ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની બદલીનાં ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ગંજીફો ચીપીને જિલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા 143 જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યના આઈએસ અધિકારીઓની બદલીનો ચાલી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં જ આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલીઓ થવાની છે. જેમાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની પણ બદલી થવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ પોતાની બદલી થાય તે પહેલાં જ જિલ્લા પોલીસ મથકોમાં ફરજ બજાવતા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ તેમજ લોકરક્ષક કેડરના કર્મચારીઓની પદર ખર્ચે બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે.

આ બદલી વહીવટી સરળતા ખાતર કરવામાં આવી છે. ઉપરાંત ઘણા સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી તેમજ માંગણી વાળા પોલીસ કર્મચારીને તેમની માંગણી મુજબની જગ્યાએ બદલી કરવામાં આવી છે. પોલીસ વડા દ્વારા બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ કલોલ, ઈન્ફોસિટી, દહેગામ, માણસા, હેડ કવાર્ટર સહિતના જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. જેમની આજે પોલીસ વડાએ ગંજીફો ચીપી સાગમટે બદલી કરી દેવામાં આવી છે.

આ બદલી કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ પૈકી પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવી રહેલા બે મહિલા પોલીસ કર્મચારી સહિત પાંચ પોલીસ કર્મચારીને એટેચમાં કંટ્રોલ રૂમ સીસીટીવી વિભાગમાં પણ ફરજ બજાવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...