રાજકારણ:મેન્ડેટ મળે તે પહેલા કોંગ્રેસી ઉમેદવારોએ ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દીધી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલા જ 5 ધારાસભ્યોએ તૈયારી શરૂ કરી

વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ ધારાસભ્યોએ તેમના ઉમેદવારીપત્રકો ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્યોએ મુહૂર્ત જોઇને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરે તે પહેલા ઉમેદવારી પત્રક ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસે ધારાસભ્યોની ટિકિટ ન કાપવાનો નિર્ણય લીધો હોવાથી ધારાસભ્યોએ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂજા વંશ અને વ્યારાના ધારાસભ્ય પૂના ગામીતે 10મીએ ઉમેદવારીપત્રક ભરવાનું નક્કી કર્યુ છે.

આ બંને ધારાસભ્યો ગુરુવારે ઉમેદવારીપત્રકો ભરશે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે 11મીએે, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત 12મીએ ઉમેદવારીપત્રક ભરવાની જાહેરાત કરી છે. બીજા તબક્કામાં જેનું મતદાન છે તેવી વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ 15મીએ ઉમેદવારીપત્રક ભરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં મોટાભાગના ધારાસભ્યોનો ઉમેદવાર તરીકે સમાવેશ થાય તેવી શકયતા હોવાથી કેટલાકે આગોતરા જ ઉમેદવારી પત્રક ભરવા માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...