બઢતી:DHOનો હોદ્દો સંભાળે તે પહેલાં વિભાગીય ના. નિયામક બનાવાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27 ઓક્ટોબરે બદલી ને અઠવાડિયા પછી બઢતી કરાઈ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે 27 ઓક્ટોબરે મદદનીશ નિયામકની બદલી થઈ હતી. જોકે તેઓ હાજર થાય તે પહેલાં જ તેઓને વિભાગીય નાયબ નિયામક તરીકેનું પ્રમોશન આપી દેવાયું છે. આથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી જ રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 27 ઓક્ટોબરે જિલ્લાઓમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેની બદલી કરી હતી. વિભાગીય નાયબ નિયામકની કચેરીમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. એસ. કે. મકવાણાની બદલી ગાંધીનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે કરી હતી.

આથી પૂર્વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. એચ. સોલંકી વયનિવૃત્તિથી ખાલી પડેલી જગ્યા ભરાઈ હતી. જોકે દિપાવલી પર્વોની રજાને પગલે તેઓ હાજર થયા નહી પરંતુ નવા વર્ષમાં તેઓ હાજર થશે, તેવી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી. જોકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડૉ. એસ. કે. મકવાણા હાજર થાય તે પહેલાં જ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તેઓને બઢતી આપતો આદેશ તારીખ 2 નવેમ્બરે કરાયો છે.

આથી જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારી મળે તે પહેલાં જ તેઓને વિભાગીય નાયબ નિયામક તરીકે પ્રમોશન મળી ગયું છે. જોકે મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તેઓ હાજર પણ થયા નથી. આથી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી માટે હજુ રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...