માલધારી સમાજ દ્વારા વિરોધ:ગાયો અંગેનો કાયદો રદ કરવા મનપા અને પાલિકામાં આજે ખાટલા બેઠકો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરી ખાતે સવારે 11 કલાકે ધરણાં યોજીને આવેદન આપશે: રાજ્યભરના માલધારી સમાજમાં ઉગ્ર વિરોધ

ગાયો અને ગોવાળો વિરોધી કાળા કાયદાના વિરોધમાં માલધારી સમાજે ઉગ્ર વિરોધ ઉઠ્યો છે. જેમાં માલધારી સમાજ રાજ્યભરની 156 નગરપાલિકાઓ અને 8 મહાનગર પાલિકાઓ માટે કરેલા કાયદાના વિરોધમાં તારીખ 18મી, સોમવારે સવારે 11 કલાકે કલેક્ટર કચેરી ધરણાં યોજીને આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ તારીખ 19મી, મંગળવારે માલધારી સમાજ અનશનનું શસ્ત્ર ઉગામશે.

રાજ્ય સરકારે શહેરી વિસ્તારને ગામડાઓમાં ભેળવીને સરકારી પડતર જમીન અને ગૌચરો તેમના માનીતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકારે 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકામાં ગાયો અને ગોવાળો વિરોધી કાળો કાયદાનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. આથી રાજ્યભરના માલધારી સમાજમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.

ગાયો અને ગોવાળો વિરોધી કાયદાને રદ કરવા માટે માલધારી સમાજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ, દ્વારકા, અમરેલી, વિરમગામ, ડિસા, પાલનપુર, રાધનપુર, પાટણ, મહેસાણા, દહેગામ, ખેડા, સાણંદ, ધનસુરા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં માલધારી સમાજ દ્વારા ગૃપ મિટીંગો અને ખાટલા બેઠકો શરૂ કરવામાં આવી હોવાનું ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઇ દેસાઇએ જણાવ્યું છે.

વધુમાં ગાયો અને ગોવાળો વિરોધી કાળો કાયદો જ્યાં સુધી રદ કરવામાં નહી આવે ત્યાં સુધી માલધારી સમાજની લડત ચાલુ રહેશે. આથી ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવીને ગાયો અને ગોવાળો વિરોધી કાળો કાયદો રદ કરવાની બાંહેધરી આપે તેવી માંગણી માલધારી સમાજમાં ઉઠવા પામી છે.આ મામલે છેલ્લાં કેટલાંક દિવસોથી માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...