તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ મતદાર વિભાગમાં હાજર રહેવા પર પ્રતિબંધ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર ર્ડા. કુલદીપ આર્યએ પ્રતિબંધ ફરમાવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા. 18મી એપ્રિલ, 2021 ના રોજ યોજાશે. જેમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર થઇ શકે નહીં તે હકીકતને ધ્યાનમાં લેતા રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરધસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે જેઓ મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા પર જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર ર્ડા. કુલદીપ આર્યએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામામાં ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ ર્ડા. કુલદીપ આર્યએ વધુમાં જણાવ્યું છે કે, ચૂંટણી પ્રચાર માટે આવેલ રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરધસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરેને મતદાન પુરુ થવાના 48 કલાક પહેલા વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ હુકમની તારીખથી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021ની પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી એટલે કે તા.21મી એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમજ ઉપર જણાવ્યા મુજબ લોકપ્રતિનિધત્વ અધિનિયમ 1951ની કલમ 126 ની જોગવાઇઓનું રાજકીય પદાધિકારીઓ, પક્ષ કાર્યકરો, સરધસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરેએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ જોગવાઇનો ભંગ કરનાર સામે ઉકત જોગવાઇઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો