તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો આતંક:રખીયાલ પછી અડાલજ બીએસએનએલ કંપનીના ટેલિફોન એક્સ્ચેન્જમાંથી પણ બેટરીઓની ચોરી થઇ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.30 હજારની કિંમતની 6 નંગ બેટરીઓ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા

ગાંધીનગરના રખીયાલ બીએસએનએલ કંપનીના ટેલિફોન એક્સ્ચેન્જમાંથી રૂ.1.40 લાખની બેટરીઓ ચોરાયા બાદ અડાલજના ટેલિફોન એક્સ્ચેન્જમાંથી પણ રૂ. 30 હજારની કિંમતની 6 નંગ બેટરીઓ ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. જેમાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બેટરીઓની ચોરી સંદર્ભે કોઈ જાણ ભેદુ હોવાની આશંકા

ગાંધીનગરના સેકટર 11માં આવેલી બીએસએનએલ કંપનીમાં સબ ડિવિઝનલ અધિકારી તરીકે સેકટર 27 આનંદનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ઠાકર ફરજ બજાવે છે. જેમના હસ્તક ગાંધીનગર અને દહેગામ ગ્રામ્ય વિસ્તારના 27 ટેલિફોન એક્સચેન્જ આવે છે. જે પૈકીનું એક ટેલિફોન એક્સચેન્જ અડાલજ ગામમાં આવેલું છે. અડાલજ સ્મશાન પાસે આવેલા ટેલિફોન એક્સચેન્જમાં લાઈટ ન હોવાના કારણે અહીં કંપની દ્વારા 48 નંગ બેટરી લગાવવામાં આવી છે. જેમાં 24 બેટરી 1000 AH તેમજ 24 બેટરી 600 AHની ફીટ કરવામાં આવેલી છે. ગત તા. 27 મે 2021નાં રોજ આ એક્સચેન્જ બંધ થઈ જવાથી સેકટર 11 ઓફિસથી ટેકનિકલ માણસોની ટીમ પહોંચી હતી.

એક્સચેન્જમાંથી રૂ. 30 હજારની કિંમતની બેટરી ચોરાઇ

જ્યાં ટીમે જોયેલું કે એક્સ્ચેન્જનાં દરવાજાનું તાળુ તૂટેલું હતું. જે અંગે તેમણે ઉપરી અધિકારીને વાત કરીને એક્સચેન્જમાંથી રૂ. 30 હજારની કિંમતની બેટરી નંગ 6 કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને નાસી ગયા હોવાની જાણ કરી હતી. જેનાં પગલે કંપની દ્વારા બેટરીઓની શોધખોળ કરવામાં આવી હતી. આખરે બેટરી ચોરી અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તસ્કરો સ્વીચ રૂમની અંદર પાવર સપ્લાય માટેની 24 નંગ બેટરી ચોરી ગયા

ત્યારે બે દિવસ અગાઉ પણ ગાંધીનગરનાં રખીયાલ બીએસએનએલ કંપનીના ટેલિફોન એક્સ્ચેન્જમાં પણ ત્રાટકીને તસ્કરો સ્વીચ રૂમની અંદર પાવર સપ્લાય માટે લગાવેલી રૂ.1.40 લાખની કિંમતની 24 નંગ બેટરીઓ ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ જતાં કંપનીના સબ ડિવિઝનલ અધિકારીની ફરિયાદના આધારે રખીયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ટેલિફોન એક્સ્ચેન્જનાં તાળા તોડીને બેટરીઓની ચોરી સંદર્ભે કોઈ જાણ ભેદુ હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસ દ્વારા તપાસનો દોર વધારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...