સુવિધા:ગુડાનાં 26 ગામોમાં 10.98 કરોડના ખર્ચે પાયાની સુવિધા ઊભી કરાશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડરિંગની કામગીરી કરી દેવાઈ, હવે કામ શરૂ થશે

ગુડા પોતાના 26 ગામોમાં આંગણવાડીના મકાનની મરામત અને નવીન, પંચાયત ઘરની મરામત અને નવા, શાળાના ઓરડાની મરામત તેમજ ગામના ટોયલેટ બ્લોકની મરામતની પાછળ રૂપિયા 10.98 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના ટેન્ડરીંગની કામગીરી કરી દેવામાં આવી હોવાથી આગામી સમયમાં કામગીરી શરૂ કરાશે.ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળે નાણાંકિય વર્ષ-2022-23ના બજેટમાં પોતાના તાબાના ગામોમાં માળખાકિય સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા 50 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે ગુડાએ તાબાના 26 ગામોમાં શું શું અને કેવા કેવા પ્રકારની માળખાકિય સુવિધાઓ જરૂરી છે. તેની માહિતી ગામના સરપંચ, તલાટી તેમજ ગામના અગ્રણીઓ, તાલુકા તેમજ જિલ્લાના સદસ્યો સાથે બેઠક કરીને મંગાવવામાં આવી હતી. તેમાં ગુડા દ્વારા ગામની શાળાના ઓરડાની મરામત, આંગણવાડીના મકાનની મરામત તેમજ નવીન મકાન માટે તેજ રીતે પંચાયત ઘરના મકાનની મરામત તેમજ નવીન મકાન અને ગામના ટોયલેટ બ્લોકની મરામત માટે, પાણી કે રોડ રસ્તા, એલડીઇ લાઇટ સહિતની માળખાકિય સુવિધાઓ માટે માહિતી મંગાવવામાં આવી હતી.

તેમાં 26 ગામોમાંથી આવેલી દરખાસ્તોના આધારે આંગણવાડીના મકાન, પંચાયત ઘરના મકાન, શાળાના ઓરડા, ટોયેલેટ બ્લોકની મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત અમુક ગામોમાંથી આંગણવાડી અને પંચાયત ઘરના નવીન મકાન માટેની દરખાસ્ત આવી હોવાથી કામગીરીના ભાગરૂપે ટેન્ડરીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગામોના વિકાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...