ચાઇનીઝ દોરીના વેચાણ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતા વેપારીઓ દોરીનું વેચાણ કરે છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ધોળાકુવા ગામમાંથી બે લોકો પાસેથી ચાઇનીઝ દોરીની 50 ફીરકી જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સેક્ટર 25 જીઆઇડીસી પાસેથી એક વ્યક્તિ પાસેથી ચાઇનીઝ દોરી મળી આવી હતી. આ બાબતે ત્રણેય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
કેટલાક વેપારી ચોરી છૂપીથી વેપાર કરી રહ્યા છે. ત્યારે શહેરના ઇન્ફોસિટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ધોળાકુવા ગામમાં રહેતા કિશન સેંધાજી ઠાકોરની પાસે ચાઇનીઝ દોરી રાખવામાં આવી છે.
પોલીસે રેઇડ કરતા કિશનના ઘરેથી 5 ચાઇનીઝ દોરીની 5 ફીરકી કિંમત 1 હજાર મળી આવી હતી. જેની સામે પોલીસે જાહેરનામા ભંગ બાબતનો ગુનો નોંધ્યો હતો.જ્યારે ધોળાકુવા ગામના મોટા ઠાકોરવાસમાં રહેતા આઝાદ વિષ્ણુભાઇ ઠાકોર તેના ઘરે ચાઇનીઝ દોરી લાવ્યો હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસે બાતમી મુજબ ઘરે પહોંચી હતી. ઘરમાં તપાસ કરતા અલગ અલગ જગ્યાએથી 45 ફીરકી કિંમત 10500 મળી આવી હતી. જેથી પોલીસે ગુનોં નોંધી કાર્યવાહી કરી હતી. જ્યારે સેક્ટર 25 મધુર ડેરી સામેથી જીતેન્દ્ર રામાભાઇ રાવળ (રહે, છત્રાલ) પાસેથી 4 ફીરકી કિંમત 800 મળી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.