મેખલા ચાદોર સાડી પર પ્રતિબંધ:આસામમાં સુરતની સાડી પર પ્રતિબંધથી કરોડોનું નુકસાન

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને રાજ્યમાં ભાજપની સરકાર: કોંગ્રેસ

સુરતમાં પોલિએસ્ટરમાંથી બનતી મેખલા સાડી પર આસામ સરકારે પ્રતિબંધને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. આ બાબતને લઈને સાકેત ગ્રુપ દ્વારા બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી.

દિવાળી પહેલાથી જ ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીમાં ઘેરાઈ ચૂક્યો છે, લગ્ન સિઝન પણ ફેઈલ ગઈ હતી. આસામી સિલ્કની પરંપરાગત સાડી મેખલા સુરતના વેપારીઓ દ્વારા પોલિએસ્ટરમાંથી બનાવે છે. આ સાડીને આસામ સરકારે બેન કરી દીધી છે. આ સાડી આસામની હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન કરશે તેવું કારણ આપીને પ્રતિબંધિત કરાઈ હતી. જેથી સુરતના ઉદ્યોગકારોને આર્થિત ફટકો પડવાની સંભાવના છે.

સુરતના ઉદ્યોગકારોને આર્થિત ફટકો પડવાની સંભાવના
જેને લઈને સાકેત ગ્રુપ દ્વારા બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રજૂઆત કરી હતી કે, આ પ્રતિબંધ તાત્કાલિક હટાવવામાં આવે. સાકેત ગ્રુપના આગેવાનોએ કહ્યું હતું કે, ‘હાલ 100 કરોડથી વધારેની મેખલા સાડીનો સ્ટોક પડ્યો હશે તો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો હાલ 100 કરોડનું વેપારીઓને નુકસાન જશે પરંતુ આગામી દિવસોમાં વેપારીઓનો વાર્ષિક 1200 કરોડથી વધુના વેપાર પર અસર થશે.’ આ બાબતને લઈને ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો. (ફોગવા) દ્વારા પણ કેન્દ્રિય રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં જઈને રજૂઆત કરવામાં આવશે.’

બે રાજ્યો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા
ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો.પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ‘આસામમાં સુરતની સાડી બેન કરવામાં આવે તે યોગ્ય વાત નથી, બે રાજ્યો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા છે, જો આવું થાય તો બંને રાજ્યોના લોકો વચ્ચે વિરોધાભાસ ઉભો થશે, જેને લઈને કેન્દ્રિય રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં મળીને રજૂઆત કરવામાં આવશે.’

ભારતનું એક રાજ્ય બીજા રાજ્ય પર પ્રતિબંધ મૂકે તેવી કદાચ પ્રથમ ઘટના
આસામ સરકાર દ્વારા સુરતમાં ઉત્પાદિત થતી મેખલા ચાદોર સાડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ કોંગ્રેસના પ્રવક્ત્તા પાર્થિવ કઠવાડિયાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતુંં કે, ભારતનું એક રાજ્ય બીજા રાજ્ય પર પ્રતિબંધ મૂકે તેવી કદાચ પ્રથમ ઘટના છે. આ પ્રતિબંધને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રૂ. 3 હજાર કરોડથી વધુનું નુકશાન થઇ રહ્યો છે. આસામ અને ગુજરાત એમ બંન્ને રાજયમાં ભાજપની સરકાર હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરીને સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ કઠવાડિયાએ કરી હતી.

સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ
​​​​​​​કઠવાડિયાએ કહ્યું કે, બન્ને રાજ્યમાં ભાજપ ની સરકાર અને કેન્દ્ર માં પણ ભાજપ ની સરકાર છે છતાં આ પ્રકાર નો નિર્ણય આઘાતજનક છે. સુરતમાં આશરે 3 હજાર કરોડથી પણ વધુનો મેખલા ચાદોરનો વેપાર આસામ સાથે થઈ રહ્યો હતો, જેનું નુકશાન અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને વેઠવું પડી રહ્યું છે. સુરતમાં ઉત્પાદિત મેખલા ચાદોર સાડીઓનું વેચાણ તથા મોટા પ્રમાણ માં રો મટીરીયલ યાર્ન - ઝરી પણ ત્યાં મોકલવવામાં આવતું હતું. ટેકસટાઇલ ઉદ્યોગના 5 હજારથી વધુ ટ્રેડર્સ, વિવર્સ સહિત કામદારોની રોજગારીને અસર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...