તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:બજાજ ફાઇનાન્સના ક્રેડિટ કાર્ડ સાથે જોડેલા બંધ નંબર એક્ટિવ કરી છેતરપિંડીનું કૌંભાડ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંધ નંબરને ખોટા ડોક્યુમેન્ટ દ્વારા ચાલુ કરી મોબાઇલની ખરીદી કરાતી હતી
  • સાઈબર ક્રાઇમની ટીમે સુરતના બે આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી, અન્ય એક વોન્ટેડ

રાજ્યમા ક્રેડીટ કાર્ડ વાપરતા ગ્રાહકો માટે આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે. ક્રેડીટ કાર્ડ સાથે મોબાઇલ નંબર લીંક કર્યા બાદ તે નંબર બંધ થઇ જતા તેની વિગત મેળવી વોડાફોનમાંથી ભળતો નંબર મેળવી તે ક્રેડીટ કાર્ડમાંથી ખરીદી કરવાનુ કૌંભાડનો ગાંધીનગરની સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા પર્દાફાશ કરવામા આવ્યો છે. સુરતથી બે આરોપીને ઝડપી સમગ્ર કૌંભાંડની વિગત મેળવવામા આવી રહી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુજીતકુમાર મહેન્દ્રભાઇ જાનીએ છેતરપિંડીની સાઇબર ક્રાઇમમા ફરિયાદ નોંધાવતા ગાંધીનગર સાઇબર ક્રાઇમના પીઆઇ પી.એલ.વાઘેલા, પીએસઆઇ એન.બી.ચૌધરી,સહિતની ટીમ દ્વારા ગુનાને લઇને તપાસ શરૂ કરાતા ક્રેડીટ કાર્ડની ખોટી રીતે માહિતી મેળવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતને સુરતથી પકડ્યા હતા.

પીઆઇ પી.એલ.વાઘેલાએ કહ્યુ હતુ કે, આરોપી જયપ્રકાશ દિનેશ શુક્લા (રહે, સુરત) બજાજ ફાયનાન્સ કંપનીના ક્રેડીટ કાર ચાર વર્ષથી બંધ હોય તેની માહિતી મેળવી વોડાફોન કંપનીમાં કામ કરતા ભાર્ગવ કેશવ પાંભર (રહે, સી 703, સહજાનંદ હાઇટ્સ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત) પાસે જઇને બંધ નંબરને ચાલુ કરાવતો હતો. ત્યારબાદ નંબર એક્ટીવ થયા બાદ તે ફ્લીપ કાર્ટ ઉપરથી મોબાઇલ મંગાવતો હતો અને રાકેશ રમેશ ખાખરીયા (રહે, એફએ 101, પ્રિયાંક રેસીડેન્સી, મહાદેવ ચોક, મોટા વરાછા સુરત) તેને સસ્તામાં અન્ય વેપારીઓને વેચતા હતા.

નંબર ચાલુ થયા બાદ જયપ્રકાશ મોબાઇલના ઓર્ડર આપતો હતો. જેની ઉપર પોતાના ઘર પાસેનુ એડ્રેસ લખાવતો હતો અને ડીલીવરી બોય ફોન કરે ત્યાર સામેથી જઇને ડીલીવરી લેતો હતો. પોલીસે બે આરોપી વોડાફોનમાં કામ કરતા ભાર્ગવ અને રાકેશને પકડ્યા છે, જ્યારે મુખ્યસુત્રધાર જયપ્રકાશ પોલીસ પકડથી દુર છે.

અન્ય સમાચારો પણ છે...