તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સે-28મા મોડી રાત્રે બબાલ, હથિયાર જોતાં લોકોમાં ભય

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વ્યક્તિ છોકરી ભગાડી જતાં મામલો બીચક્યો
  • PCR વેન બોલાવવી પડી, જોકે ફરિયાદ ન થઈ

શહેરમાં રાત્રી કફ્યુના સમયમાં સેક્ટર-28માં મોડી રાત્રે મોટી બબાલ થઈ હતી. મહિલાઓ અને પુરુષો ગાળાગાળી કરતા હતા. ઉપરાંત ખુલ્લી તલવાર સહિતના હથિયારો પણ જોવા મળ્યા હતા. આ બનાવને લઇ પોલીસની પીસીઆર સ્થળ પર પહોચી હતી. ત્યારબાદ મામલો સમેટાઈ ગયો હતો. પરંતુ બબાલથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે સેક્ટર-28 આરાધના સ્કૂલ પાસે 2 અલગ અલગ જૂથ વચ્ચે બબાલ થઇ હતી.

જેમાં પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામા સામ-સામે ઝગડો કરતા હતા તેમજ ગાળો બોલવાના કારણે અહીંથી પસાર થતા લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. બબાલને લઇને પોલીસની પીસીઆર વાન બોલાવી પડી હતી. તેમ છતા બબાલ શાંત પડતી ન હતી. આધારભૂત સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મારામારી અને બબાલ પાછળ છોકરીનો મામલો સામે આવ્યો હતો. એક વ્યક્તિ છોકરી ભગાડી ગયો હતો, જેને લઇને મામલો બિચક્યો હતો. બબાલને લઇ તલવાર અને ધોકા જવા હથિયારો પણ એક જગ્યાએ છુપાવવામાં આવ્યા હતા. જોકે, આ બબાલની ફરિયાદ કોઇ પોલીસ મથકમા નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...