તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:એમેઝોન પર ગર્ભપાતની દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા જાગૃત મંચની માગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરના પ્રિસ્કીપશન પર દવાનું વેચાણ લાઈસન્સવાળા સ્ટોર્સ કરી શકે તેવો નિયમ
  • ઓનલાઇન દવાના વેચાણ સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના આક્ષેપ સાથે ગુજરાત જનતા જાગૃત્તિ મંચ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરવામાં આવી

ડોક્ટરના પ્રિસ્કીપશન ઉપર લખેલી દવાનું વેચાણ લાયસન્સ ધરાવતા સ્ટોર્સમાં થઇ શકે છે. તેવો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો નિયમ હોવા છતાં એમેઝોન ઉપર ગર્ભપાતની દવાનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. ઓનલાઇન દવાના વેચાણ સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના આક્ષેપ સાથે ગુજરાત જનતા જાગૃત્તિ મંચ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.કોરોનાની મહામારીને પગલે ઓનલાઇન વેચાણનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું છે. ઉપરાંત કોરોનાથી સંક્રમિત થવાય નહી તે માટે અનેક લોકો દુકાનમાંથી ખરીદી વસ્તુનું પણ ઇ-પેમેન્ટ કરી રહ્યા છે. ત્યારે લોકોને ઘરે બેઠા જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ મળી રહેતી હોવાથી ઓનલાઇન ખરીદી તરફ લોકો આકર્ષી રહ્યા છે.

ત્યારે ઓનલાઇન ખરીદીમાં કપડાં, અનાજ કરીયાણાની સાથે સાથે હવે ડોક્ટરના પ્રિસ્કીપશન વિના દવાઓનું પણ વેચાણ થઇ રહ્યું છે. એમેઝોન ઉપર ઓનલાઇન ગર્ભપાતની દવાનું વેચાણ થઇ રહ્યું છે. આથી એમેઝોન ઉપરથી ઓનલાઇન ગર્ભપાતની થવાની ખરીદી કરી હતી. તેમાં ચાર ટેબલેટનું કોમ્બીપેક હતું. જોકે ગર્ભપાતની દવાનું વેચાણ ડોક્ટરના પ્રિસ્કીપશન વિના કરવું કાયદા વિરુદ્ધ ગણવામાં આવ્યા છે.

ઉપરાંત એમટીપી એક્ટ મુજબ ગાયનેકની ડીગ્રી ધરાવતા તબિબના પ્રિસ્ક્રિપ્શન ઉપર દવા વેચવાના લાયસન્સ ધરાવતા મેડિકલ સ્ટોર્સમાં માન્યતા પ્રાપ્ત ફાર્માસિસ્ટ જ વેચાણ કરી શકે છે તેમ ગુજરાત જનતા જાગૃત્તિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું છે. આથી એમેઝોન દ્વારા ગાયનેક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ ગર્ભપાતની દવાનું ગેરકાયદેસર બીલ આપ્યા વિના વેચાણ કરીને લોકોના આરોગ્ય સામે ચેડા કરી રહ્યાનો આક્ષેપ સાથે ગુજરાત જનતા જાગૃત્તિ મંચના પ્રમુખે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

નોંધનીય વાત એ છે કે, ડોક્ટરના પ્રિસ્કીપશન ઉપર લખેલી દવાનું વેચાણ લાયસન્સ ધરાવતા સ્ટોર્સમાં થઇ શકે છે. તેવો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો નિયમ છે. તેમ છતાં કેટલાંક સંચાલકો તેનો અમલ કરતા નથી ત્યારે આ અંગે તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી પણ ખાસ રજૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...